The Ba***ds of Bollywood | આર્યન ખાન (Aryan Khan) તેની પહેલી સિરીઝ, “ધ બેડ્સ ઓફ બોલીવુડ” (The Bads of Bollywood) માટે સમાચારમાં છે, જે તે ડાયરેક્ટર તરીકે લોન્ચ કરી રહ્યો છે. તેની પહેલી સિરીઝ, “ધ બેડ્સ ઓફ બોલીવુડ” આ તારીખના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રીમિયર થઈ રહી છે. બુધવારે સિરીઝના સ્ક્રીનિંગમાં અનેક અગ્રણી ફિલ્મ હસ્તીઓ હાજર રહી હતી.
ધ બેડ્સ ઓફ બોલીવુડના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આર્યન ખાનની કથિત ગર્લફ્રેન્ડ, લારિસા બોનેસી પણ હાજર રહી હતી અને તેના લુકથી સૌનું ધ્યાન ખેંચી લીધું હતું. અહીં જુઓ
આર્યન ખાન રૂમરડ ગર્લ ફ્રેન્ડ (Aryan Khan Rumored Girlfriend)
આર્યન ખાન ફક્ત તેના ડેબ્યૂ માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ સમાચારમાં રહ્યો છે. લારિસા બોનેસી (Larissa Bonesi) સાથેના તેના કથિત અફેરની ખૂબ ચર્ચા થઈ છે. હવે, જ્યારે તેની ડેબ્યૂ સિરીઝનું સ્ક્રીનિંગ યોજાયું હતું, ત્યારે લારિસાએ હાજરી આપી હતી અને તેના સ્ટાઇલિશ લુકથી ઘણું ધ્યાન ખેંચ્યું હતું. તે બ્લેક કલરના ઓઉટફીટમાં આવી હતી અને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. લારિસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લારિસા કોણ છે?
આર્યન અને લારિસા ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. આ વર્ષે નવા વર્ષની પાર્ટીમાં પણ તેઓ સાથે જોવા મળ્યા હતા. લારિસા બ્રાઝિલિયન અભિનેત્રી છે. તે એક મોડેલ અને એક મહાન નૃત્યાંગના પણ છે. તેણીએ અક્ષય કુમાર (Akshay Kumar) અને જોન અબ્રાહમ સાથે કામ કર્યું છે. લારિસાએ તેના બોલિવૂડ કરિયરની શરૂઆત દેસી બોયઝના “સુબાહ હોને ના દે” ગીતથી કરી હતી. આ ઉપરાંત, તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. લારિસાએ ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયો “સુરમા-સુરમા” માં કામ કર્યું છે.
ધ બેડ્સ ઓફ બોલિવૂડ કાસ્ટ
ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં લક્ષ્ય લાલવાણી, રાઘવ જુયાલ, બોબી દેઓલ અને સહેર બામ્બા મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝમાં ઘણા જાણીતા બોલિવૂડ સ્ટાર્સ પણ છે, જે બોલિવૂડની સ્ટોરી વર્ણવતીસિરીઝમાં જોવા મળશે. આ શોમાં કરણ જોહર, શાહરૂખ ખાન, રણવીર સિંહ, સલમાન ખાન અને આમિર ખાન સહિત અનેક સેલિબ્રિટીઝના કેમિયો પણ છે.