The Bengal Files Box Office Collection Day 1 | બંગાળ ફાઇલ્સ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1, ફીકી શરૂઆત, હિમેશ રેશમિયાની બડાસ રવિકુમાર કરતાં પણ ઓછી કમાણી

ધ બેંગાલ ફાઇલ્સ બોક્સ ઓફિસ કલેકશન ડે દિવસ | બંગાળ ફાઇલ્સમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર અભિનીત આ ફિલ્મે તાજેતરમાં રિલીઝ થયેલી અન્ય ફિલ્મોની સરખામણીમાં પણ નબળો દેખાવ કર્યો છે.

Written by shivani chauhan
September 06, 2025 11:04 IST
The Bengal Files Box Office Collection Day 1 | બંગાળ ફાઇલ્સ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1, ફીકી શરૂઆત, હિમેશ રેશમિયાની બડાસ રવિકુમાર કરતાં પણ ઓછી કમાણી
The Bengal Files Box Office Collection Day 1

The Bengal Files Box Office Collection Day 1 | વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ધ બેંગાલ ફાઇલ્સ (The Bengal Files) આખરે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ શરૂઆતના દિવસના આંકડા અપેક્ષાઓ કરતા ઘણા ઓછા રહ્યા છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, આ રાજકીય થ્રિલર ફિલ્મે તેના પહેલા દિવસે કેટલું કલેકશન કર્યું છે.

ધ બેંગાલ ફાઇલ્સ બોક્સ ઓફિસ કલેકશન ડે દિવસ (The Bengal Files Box Office Collection Day 1)

ધ બેંગાલ ફાઇલ્સએ ₹ 1.75 કરોડ (ભારતમાં ચોખ્ખું) કલેક્શન કર્યું છે. આ પ્રદર્શન ખાસ કરીને અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે સરખામણી કરવામાં આવે તો તે ખૂબ જ નિરાશાજનક છે, જેણે શરૂઆતના દિવસે ₹ 3.55 કરોડની કમાણી કરી હતી અને બોક્સ ઓફિસ પર જંગી સફળતા મેળવી હતી. ‘ધ બેંગાલ ફાઇલ્સ’ અગ્નિહોત્રીની ‘ફાઇલ્સ ટ્રાયોલોજી’નો અંતિમ પ્રકરણ છે, જે આધુનિક ભારતીય ઇતિહાસના સેન્સટીવ દ્રશ્યો ઉજાગર કરે છે, અને તેમાં મોટાભાગે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવા જ મુખ્ય કલાકારો છે, તેથી અપેક્ષાઓ ઘણી વધારે હતી.

અનુપમ ખેર , મિથુન ચક્રવર્તી , પલ્લવી જોશી અને દર્શન કુમાર અભિનીત આ ફિલ્મે તાજેતરમાં રિલીઝ થયેલી અન્ય ફિલ્મોની સરખામણીમાં પણ નબળો દેખાવ કર્યો છે. ઉદાહરણ તરીકે, સોનુ સૂદની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ‘ફતેહ’એ તેના પહેલા દિવસે 2.45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હિમેશ રેશમિયાની મેટા-સ્પૂફ ‘બડાસ રવિકુમાર’એ 2.75 કરોડ રૂપિયાની કમાણી સાથે ઘણો સારો દેખાવ કર્યો હતો.

તેમ છતાં, નાની અથવા ઓછી કમાણીવાળી ફિલ્મોની સરખામણીમાં, ધ બેંગાલ ફાઇલ્સે પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે. અનુપમ ખેરની પાછલી દિગ્દર્શિત અને મુખ્ય ફિલ્મ તન્વી ધ ગ્રેટે શરૂઆતના દિવસે માત્ર 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે સુપરબોય ઓફ માલેગાંવ (50 લાખ રૂપિયા), લવયાપા (1.15 કરોડ રૂપિયા) અને સૂરજ પંચોલીની કમબેક ફિલ્મ કેસરી વીર (25 લાખ રૂપિયા) જેવી તાજેતરની ફિલ્મો કરતાં પણ સારો દેખાવ કર્યો છે, જે બધી ફિલ્મો નોંધપાત્ર રીતે ઓછી કમાણી કરી હતી.

The Bengal Files Review | ધ બંગાળ ફાઇલ્સ રીવ્યુ, વિવેક અગ્નિહોત્રીની વિવાદાસ્પદ ફિલ્મ રિલીઝ, સત્ય ઉજાગર કરે છે કે છુપાવે છે?

આ ફિલ્મને વિવિધ ભાષાઓમાં રિલીઝ થયેલી અન્ય મોટી ફિલ્મોથી પણ તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. હોલીવુડની હોરર સિક્વલ ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સે તેના પહેલા દિવસે આશરે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ટાઇગર શ્રોફની બાગી 4 એ લગભગ 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દરમિયાન, મલયાલમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘લોકા: ચેપ્ટર 1 ચંદ્રા’એ સ્થાનિક બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે, જેણે અત્યાર સુધીમાં 62.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ