ધ બંગાળ ફાઇલ્સ નું ટ્રેલર રિલીઝ, રમખાણો, હિંસા, હૃદયદ્રાવક દ્રશ્યો દેખાયા

The Bengal Files film Trailer : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, સિમરત કૌર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર જેવા કલાકારોએ કામ કર્યું છે

The Bengal Files film Trailer : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, સિમરત કૌર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર જેવા કલાકારોએ કામ કર્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
bengal files trailer, ધ બંગાળ ફાઇલ્સ ટ્રેલર

The Bengal Files film Trailer : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ' 5 સપ્ટેમ્બરે રિલીઝ થશે (તસવીર - સોશિયલ મીડિયા)

The Bengal Files film Trailer : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં તમને હિન્દુ-મુસ્લિમ રમખાણો, હિંસા, હૃદયદ્રાવક દ્રશ્યો અને ઘણું બધું જોવા મળશે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, સિમરત કૌર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર જેવા કલાકારોએ કામ કર્યું છે.

Advertisment

બંગાળ ફાઇલ્સ ટ્રેલર માં શું છે

ટ્રેલરની શરૂઆત એક મુસ્લિમ ધારાસભ્ય પોતાના પુત્ર સાથે ડિનર ટેબલ પર વાક કરતા થાય છે. ધારાસભ્ય કહે છે કે જો 2050 માં તમે લઘુમતીમાંથી પ્રથમ વડા પ્રધાન બનો તો શું થશે. આ પછી વાર્તા જૂના સમયમાં જાય છે. પછી કહેવામાં આવે છે કે બંગાળમાં બે બંધારણ ચાલે છે. આ શહેર બે ભાગમાં વહેંચાયેલું છે - એક હિન્દુઓનું અને બીજું મુસ્લિમોનું. આઝાદી પહેલા મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા વચ્ચે બંગાળ વિશે ચર્ચા થાય છે. ઝીણા બંગાળનો એક ભાગ મેળવવા માંગે છે.

આ કારણે શહેરમાં રમખાણો ફાટી નીકળે છે. હવે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ એકબીજાની સામે ઉભા છે. હિંસા અને નફરત બધે ફેલાયેલી છે. પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવીને લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે. જ્યારે હિન્દુ સમાજ આનો બદલો લેવા માટે લોકોના જીવ લઈ રહ્યા છે. ભારતના 'લાઇટહાઉસ' બંગાળના ટુકડા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે.

આ પછી કહાની આજના સમયમાં આવે છે. જ્યાં દર્શન કુમારનું પાત્ર પૂછે છે - શું આપણે આઝાદ છીએ? અને જો આપણે આઝાદ છીએ તો આપણે આટલા લાચાર કેમ છીએ. તે પૂછે છે કે દેશની આઝાદીના 80 વર્ષ પછી પણ આપણે આવી સામાજિક સમસ્યાઓનો સામનો કેમ કરી રહ્યા છીએ.

Advertisment

આ પણ વાંચો - દિશા વાકાણી દ્વારા અસિત મોદીને રાખડી બાંધવા પર જેનિફર મિસ્ત્રીએ કહી આવી વાત

ટ્રેલર રિલીઝ પહેલા થઇ હતી બબાલ

ધ બંગાળ ફાઇલ્સ ના ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં ઘણો હંગામો થયો હતો. આ ફિલ્મનું ટ્રેલર 12 વાગે રિલીઝ થવાનું હતું, પરંતુ ત્યારબાદ તેની રિલીઝમાં વિલંબ થયો હતો અને લગભગ એક કલાક બાદ તેની શરૂઆત થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઇવેન્ટને અટકાવી દીધી હતી. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

મુવી ટ્રેલર મનોરંજન ન્યૂઝ