The Bhootnii Box Office Collection Day 4 | દર્શકોમાં હોરર ફિલ્મોનો ભારે ક્રેઝ છે, જો તે યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેઓને મજા પડી જાય છે. જો નામ પ્રમાણે ફિલ્મમાં હોરરજ ગાયબ હોય, તો ફિલ્મ ફ્લોપ થવામાં લાંબો સમય લાગતો નથી. ધ ભૂતની (The Bhootnii) સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. આ ફિલ્મે તેના ટાઇટલ સાથે ન્યાય પણ નથી કર્યો. પરિસ્થિતિ એવી છે કે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ચાર દિવસમાં ખુબજ ઓછું થયું છે, અહીં જાણો
ધ ભૂતની બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 (The Bhootnii Box Office Collection Day 4)
ધ ભૂતની (The Bhootnii) ફિલ્મની સ્ટોરી જ નબળી છે અને બીજું, તે અજય દેવગનની રેઇડ 2 જેવી શક્તિશાળી ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ટકરાઈ છે. બંને ફિલ્મો 01 મેના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ભૂતનીએ શરૂઆતના દિવસે માત્ર 65 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તેના ભવિષ્યનો અંદાજ તેના પહેલા દિવસની કમાણી પરથી લગાવી શકાય છે.
ધ ભૂતની ફિલ્મનું બીજા દિવસે બોક્સ ઓફિસ કલેકશન ફક્ત 62 લાખ રૂપિયા કમાવ્યા. જ્યારે ગઈકાલે શનિવારે,ત્રીજા દિવસે, તેની કમાણીમાં થોડો વધારો થયો હતો, પરંતુ તે એક કરોડ સુધી પહોંચી શકી ન હતી. ગઈકાલે ફિલ્મે માત્ર 86 લાખ રૂપિયાની કમાણી કરી છે. રવિવારની રજાના દિવસે પણ પ્રેક્ષકોએ તેને કોઈ મહત્વ આપ્યું નથી.
ધ ભૂતની ફિલ્મએ રવિવારે, ચોથા દિવસે એ ફક્ત 98 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મનું કુલ કલેક્શન ફક્ત 3.11 કરોડ રૂપિયા રહ્યું છે. તે ચાર દિવસમાં 4 કરોડ રૂપિયા પણ કમાઈ શક્યું નહીં. આ ફિલ્મનું બજેટ લગભગ 50 થી 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બજેટને ધ્યાનમાં લેતા ધ ભૂતની એક ફ્લોપ જેવી ફિલ્મ સાબિત થઈ છે.
આ પણ વાંચો: Palak Tiwari | પલક તિવારીએ નેપોટિઝ્મ પર શું કહ્યું?
ધ ભૂતની ટ્રેલર (The Bhootnii Trailer)
ધ ભૂતની કાસ્ટ (The Bhootnii Cast)
ધ ભૂતનીને વિવેચકો તરફથી પણ ખૂબ જ ખરાબ પ્રતિસાદ મળ્યો છે. સિદ્ધાંત સચદેવ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ દીપક મુકુટ અને સંજય દત્તે કર્યું છે. આ ફિલ્મમાં સંજય દત્તે પણ અભિનય કર્યો છે. તેમના ઉપરાંત, સની સિંહ, મૌની રોય, પલક તિવારી, નિક, આસિફ ખાન અને હર્ષવર્ધન સિંહ પણ ફિલ્મનો ભાગ છે. સિદ્ધાંત સચદેવ દ્વારા દિગ્દર્શિત.





