The Great Indian Kapil Show First Episode : પહેલા જ એપિસોડમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરે મચાવી ધમાલ, જુઓ વીડિયો

The Great indian kapil First Show Episode : કપિલ શર્માનો ધ ગ્રેટ ઇન્ડિયન શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ ગયો છે. પહેલા એપિસોડમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની તીખી લડાઇને કારણે ખુબ મજા પડી ગઇ હતી.

The Great indian kapil First Show Episode : કપિલ શર્માનો ધ ગ્રેટ ઇન્ડિયન શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ ગયો છે. પહેલા એપિસોડમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની તીખી લડાઇને કારણે ખુબ મજા પડી ગઇ હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
The Great Indian Kapil First Show Episode | The Great Indian Kapil Show | Kapil Sharma | Sunil Grover | Ranbir Kapoor

પહેલા જ એપિસોડમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરે મચાવી ધમાલ (ઇન્ડિયન એક્સપ્રેસ)

The Great Indian Kapil Show First Episode : કોમેડિયન કપિલ શર્મા ઓટીટી પર ધમાલ મચાવા માટે આગમન કરી લીધું છે. કપિલ શર્માનો ધ ગ્રેટ ઇન્ડિયન શો નેટફ્લિક્સ (Neflix) પર સ્ટ્રીમ થઇ ગયો છે. ત્યારે ધ ગ્રેટ ઇન્ડિયનના પ્રથમ એપિસોડમાં રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર ગેસ્ટ હતા. શૉના પહેલા એપિસોડમાં સુનીલ ગ્રોવરની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને આ વખતે સુનીલ ડફલીના પાત્રમાં જોવા મળી રહ્યા છે.

Advertisment

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના પહેલા એપિસોડમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરે તેમની લડાઇ અને છ વર્ષ પછી સાથે કામ કરવા બાબતે એકબીજાને ખરીખોટી પણ સંભળાવી હતી.

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માનો પહેલો એપિસોડ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલના ફર્સ્ટ એપિસોડની વાત કરીએ તો તેમાં સુનીલને જોતા જ કપિલ બોલી ઉઠ્યો કે, મને કેમ લાગે છે કે મેં આ પહેલા પણ આવી છોકરી જોઇ છે?

Advertisment

આ પણ વાંચો : Viral Video : સારા અલી ખાને મંદિરની બહાર આવું કામ કર્યું, તમે પણ બોલી ઉઠશો…’વાહ’

આ પછી ડફલી બનેલ સુનીલ કહે છે કે મને લાગે છે કે તમને ફૂડ ડિલિવરી કરતા જોયા છે? આ સાંભળીને કપિલે વળતો જવાબ આપ્યો કે તમે ઝવિગાટો ફિલ્મ જોઇ? કપિલ અને સુનીલની આ મીઠી નોકઝોક સાંભળીને બધા હસવા લાગે છે.

celebrities મનોરંજન ન્યૂઝ