/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/sunil-grover.jpg)
સુનિલ ગ્રોવરે કપિલ શર્મા સાથે તેના ઝગડાને 'પબ્લિસિટી સ્ટંટ' ગણાવ્યો, જાણો મામલો
Sunil Grover Kapil Sharma Fight : વર્ષોથી ટેલિવિઝન પર ધ કપિલ શર્મા શો દ્વારા લાખો લોકોને ખડખડાટ હસાવાનારો કપિલ શર્મા હવે ઓટીટીની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યો છે. કપિલ શર્મા OTT પર 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' શરૂ કરવા માટે તૈયાર છે, તે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રસારિત થશે. ધ ગ્રેટ ઇન્ડિયન કપલ શોમાં ફરી સુનિલ ગ્રોવર અને કપિલ શર્માની જોડી દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. આવી સ્થિતિમાં સુનિલ ગ્રોવરે હાલમાં કપિલ શર્મા સાથેની તેની લડાઈ અંગે નિવેદન આપ્યું હતું. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/the-great-kapil-indian-kapil-show.jpg)
ઉલ્લેખનીય છે કે, 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના મેકર્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં શોના કલાકારો કપિલ શર્મા, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહે હાજરી આપી હતી. છેલ્લે સુનીલ ગ્રોવરની એન્ટ્રી કરે છે. જેણે બધાનું ધ્યાન ખેંચ્યું અને લોકોના મનમાં અનેક સવાલો થયા.
આ ઈવેન્ટમાં સુનિલ ગ્રોવરે શો વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી. આ સિવાય તેણે કપિલ શર્મા સાથેની લડાઈ પર પણ મૌન તોડ્યું હતું. સુનિલ ગ્રોવરે કહ્યું હતું કે, 'તે સમયે નેટફ્લિક્સ (Netflix) નું ભારતમાં નવું આગમન હતું, તેથી અમને લાગ્યું કે ટેલિવિઝનના દર્શકોને જકડી રાખવા માટે આપણે કંઈક કરવું પડશે. તેથી અમે દર્શકોની સામે ખોટી લડાઇનો પબ્લિસિટી સ્ટંટ કર્યો.'
વધુમાં સુનિલ ગ્રોવરે કહ્યું હતું કે, "ફ્લાઇટમાં જતાં પહેલા, કપિલ શર્મા શોની ટીમે મને પૂછ્યું કે અમે શોને પ્રમોટ કરવા માટે શું કરી શકીએ અને અમને આ વિચાર આવ્યો." જો કે આ પ્લાન કરતા સમયે સુનીલ ગ્રોવર ખુબ હસ્યો હતો.
આ ઉપરાંત સુનિલ ગ્રોવરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'હવે ઘરે પરત ફર્યો છું. આ શોનો ભાગ બનવાનો આનંદ છે, અને આ એક એવી જગ્યા છે જ્યાં અમે કામ કરીએ ત્યારે થાક અનુભવતા નથી. કપિલના શોનો ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું અને હું નસીબદાર માનું છું કે મને ફરી તક મળી'.
સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે 7 વર્ષ પેહેલા પ્લેનમાં લડાઇ થઇ હતી, જે પછી સુનિલ ગ્રોવરે ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હતો. કોમેડિયનના ફેન્સ એનાથી ખુબ નારાજ થયા અને શોમાં એમની વાપસીની આશા કરતા રહ્યા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us