SCREEN Launch Updates: ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’નું સ્ક્રીન મેગેઝિન 11 વર્ષ પછી પરત ફર્યું છે. એક્સપ્રેસના લોકપ્રિય મેગેઝિનને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના હાથે ડિજિટલી લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજર રહી છે. તે પ્રથમ ડિજિટલ કવરનો ભાગ બની છે. સ્ક્રીનના લોન્ચ બાદ ‘સ્ક્રીન લાઈવ વિથ શ્રદ્ધા કપૂર’ માં શ્રદ્ધા કપૂરે ઘણી વાતો શેર કરી હતી. ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરનો આ પહેલો જાહેર કાર્યક્રમ હતો. ‘સ્ક્રીન’ના સ્પેશ્યલ સેગમેન્ટને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કાએ હોસ્ટ કર્યો હતો.
આ પછી ક્રિએટર એક્સ ક્રિએટર પેનલમાં ડાયરેક્ટર રાજકુમાર હિરાની અને વિજય વર્મા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કરિયર અને લાઈફ વિશે ઘણી વાતો શેર કરી હતી. પહેલીવાર રાજકુમાર હિરાણી અને વિજય વર્માએ સાથે સ્ટેજ શેર કર્યું હતું.
સ્ક્રીનના લોન્ચ પ્રસંગે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના Executive Directorઅને ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં ન્યૂ મીડિયાના પ્રમુખ અનંત ગોએન્કાએ કહ્યું કે સ્ક્રીન સારી ફિલ્મ પત્રકારિતા હતી. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે તેના પર વિચાર કરીએ કે સારી ફિલ્મ પત્રકારિતા શું છે.