ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના જ્યુરી હેડે ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ‘અશ્લીલ અને પ્રોપેગન્ડા પર આધારિત ફિલ્મ’ ગણાવી છે. તમને જણાવી દઈએ કે ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ બનાવી છે અને તે અંગે દેશમાં ઘણો વિવાદ પણ થયો છે. ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી ચીફ નદાવ લેપિડે તેને ‘પ્રોપેગન્ડા ફિલ્મ’ ગણવાની સાથે સાથે આ ફિલ્મની નિંદા કરતા તેને ‘પોર્નોગ્રાફિક ફિલ્મ’ કહી છે.
ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ જોઈને જ્યુરી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. IFFIના જ્યુરીએ કહ્યું કે અમે બધા આ ફિલ્મ જોઈને આશ્ચર્યચકિત છીએ. આ જોઈને અમને લાગ્યું કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ અને વલ્ગર ફિલ્મ છે. આ પ્રકારની ફિલ્મો જાણીતા ફિલ્મ ફેસ્ટિવલના કલાત્મક, સ્પર્ધાત્મકને અનુરૂપ નથી.
'ધી કાશ્મીર ફાઇલ્સ'ને વલ્ગર ફિલ્મ ગણાવી
ગોવામાં 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઉજવાઇ રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા કલાકારો, ડિરેક્ટરો, પ્રોડ્યુસરો ભાગ લેતા હોય છે. પરંતુ આ દરમિયાન, જ્યારે જ્યુરી અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ વિશે દૂષ્પ્રચારની વાત કરી ત્યારે બધા ચોંકી ગયા હતા.

હકીકતમાં, આ ફિલ્મ અંગે વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો છે કે ‘ધી કાશ્મીર ફાઇલ્સ…’ દ્વારા તેમણે કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાંથી હિજરત અને તે સમયે તેમની દુર્દશા દર્શાવી છે. આ ફિલ્મે થિયેટરોમાં પણ સારો બિઝનેસ કર્યો હોવાનું જાણવા મળે છે. પરંતુ ઈઝરાયેલના ફિલ્મમેકરે તેને વલ્ગર કેટેગરી ગણાવી છે.
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે કહેવામાં આવ્યું હતું કે 90ના દાયકામાં ઘાટીમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની કહાણી બતાવવામાં આવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે બોક્સ ઓફિસ પરથી 340 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
બીજી તરફ, નદવ લેપિડના નિવેદન અંગે પીડીપીના પ્રવક્તા મોહિત ભાને કહ્યું કે આ ફિલ્મ નફરત ફેલાવવાના ઈરાદાથી બનાવવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFA)નું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. આ વખતે ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડ IFFA સમારોહમાં સામેલ થયા હતા. જ્યારે સમારોહનો સમાપન સમારોહ થઈ રહ્યો હતો અને ભારત સરકારના મંત્રીઓ પણ ત્યાં હાજર હતા ત્યારે લેપિડે કાશ્મીરની ફાઈલો વિશે આ વાત કહી છે.