Thug Life Review | કમલ હાસનની મુવી ઠગ લાઈફ વિવાદો વચ્ચે રિલીઝ, ફિલ્મ જોવી કે નહિ?

Thug Life Review | ઠગ લાઈફ (Thug Life) મુવી પર વિવાદ ત્યારે વધ્યો જયારે 28 મેના રોજ ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન, કમલ હાસન (Kamal Haasan) કહ્યું કે "કન્નડનો જન્મ તમિલમાંથી થયો હતો. આ નિવેદન માટે તેની સખત નિંદા કરવામાં આવી હતી. ' ઠગ લાઈફ મુવી કેવું છે? જાણો રિવ્યુ

Written by shivani chauhan
June 05, 2025 14:11 IST
Thug Life Review | કમલ હાસનની મુવી ઠગ લાઈફ વિવાદો વચ્ચે રિલીઝ, ફિલ્મ જોવી કે નહિ?
Thug Life Reviews | કમલ હાસનની મુવી ઠગ લાઈફ વિવાદો વચ્ચે રિલીઝ, ફિલ્મ જોવી કે નહિ?

Thug Life Review | કમલ હાસન(Kamal Haasan), મણિરત્નમ, આર. મહેન્દ્રન અને શિવ અનંત દ્વારા નિર્મિત ઠગ લાઈફ (Thug Life) આજે એટલે કે 5 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં કમલ હાસન ઉપરાંત સિલમ્બરસન ટીઆર, ત્રિશા, અભિરામી અને નાસિર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તાજેતરમાં, ફિલ્મ અંગે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કમલ હાસને ‘ઠગ લાઈફ’ના પ્રમોશન દરમિયાન ભાષા પર કમેન્ટ કરી હતી. જેનાથી વિવાદ વધ્યો છે,

ઠગ લાઈફ (Thug Life) મુવી પર વિવાદ ત્યારે વધ્યો જયારે 28 મેના રોજ ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન, કમલ હાસન (Kamal Haasan) કહ્યું કે “કન્નડનો જન્મ તમિલમાંથી થયો હતો. આ નિવેદન માટે તેની સખત નિંદા કરવામાં આવી હતી. ‘ ઠગ લાઈફ મુવી કેવું છે? જાણો મુવી રિવ્યુ

ઠગ લાઈફ સ્ટોરી (Thug Life Review)

ફિલ્મ એક એન્કાઉન્ટરથી શરૂ થાય છે. કમલ હાસન એક ગેંગસ્ટર છે. ફિલ્મમાં ફ્લેશબેક બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવ્યું છે. મહેશ માંજરેકર ફિલ્મમાં ગેંગસ્ટરની સાથે સાથે એક નેતાની પણ ભૂમિકા ભજવે છે. ફિલ્મની સ્ટોરી દિલ્હી પર આધારિત છે.

મહેશ માંજરેકરના ભત્રીજાની હત્યા કર્યા બાદ કમલ હાસન જેલમાં જાય છે અને બધી સત્તા સિલમ્બરસનને સોંપી દે છે અને પછી સત્તા સંઘર્ષ શરૂ થાય છે. ત્રિશા કૃષ્ણન અને કમલ હાસનની પછીની સ્ટોરી છે. તે અભિનેતાની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળે છે. અલી ફઝલ પણ એક શક્તિશાળી ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી સિલમ્બરસન વિરુદ્ધ કમલ હાસન બને છે. આ ફિલ્મ સત્તા અને બદલાની લડાઈ વિશે છે.

મુવી ખૂબ લાંબી છે. ક્યારેક તે થકવી નાખે છે. સિલાનબરસનને બીજા પાર્ટમાં સ્પેસ મળી નથી. મણિરત્નમના દિગ્દર્શનને પણ નવી સ્ટોરીની અપેક્ષા હતી. પણ તે એ જ જૂનું ગેંગસ્ટર ડ્રામા છે.

કર્ણાટકમાં રિલીઝ થવાથી ફિલ્મ પર કોઈ અસર નહીં પડે?

કમલ હાસનની ફિલ્મ ‘ઠક લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ થઈ નથી. શું આ ખરેખર ફિલ્મને નુકસાન પહોંચાડશે? તેનાથી પ્રશ્નો ઉભા થયા છે. વિવાદ પહેલા, ‘ઠગ લાઈફ’ ખૂબ જ ઓછી ચર્ચામાં હતી. પરંતુ વિવાદ શરૂ થયા પછી ફિલ્મ સતત સમાચારમાં રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ અનુસાર નિર્માતાઓને લગભગ 12 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે, જે વિવાદને કારણે ફિલ્મને મળેલી પ્રસિદ્ધિની તુલનામાં ઘણું ઓછું છે. ફિલ્મનો કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ