Tiger 3 Box Office Collection Day 1 : સલમાન ખાન, કેટરીના કૈફ અને ઇમરાન ખાનનો સ્વેગ, 'ટાઇગર 3' દિવાળીની સૌથી મોટી ઓપનિંગ, એકસન સીન સ્ટાર કોણ?

Tiger 3 Review : ટાઇગર 3 સફળ થાય તે સલમાન ખાન માટે પણ મહત્વનું છે. સલમાન ખાન અને કેટરીના કૈફની ટાઇગર 3 ગઇકાલે 12 નવેમ્બરે દિવાળીના પ્રસંગ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ત્યારે લોકોને આ ફિલ્મ પસંદ આવી કે નહીં? અને તેમનો શું મંતવ્ય છે 'ટાઇગર 3' વિશે તે આ અહેવાલમાં વાંચો.

Tiger 3 Review : ટાઇગર 3 સફળ થાય તે સલમાન ખાન માટે પણ મહત્વનું છે. સલમાન ખાન અને કેટરીના કૈફની ટાઇગર 3 ગઇકાલે 12 નવેમ્બરે દિવાળીના પ્રસંગ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ત્યારે લોકોને આ ફિલ્મ પસંદ આવી કે નહીં? અને તેમનો શું મંતવ્ય છે 'ટાઇગર 3' વિશે તે આ અહેવાલમાં વાંચો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Tiger 3| Tiger 3 Movie Review| Salman Khan| Katrina Kaif| Emraan Hashmi| Shah Rukh Khan

ટાઈગર 3 મૂવી પોસ્ટર

Tiger 3 Review : એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને હવે 'જબ તક ટાઈગર મરા નહીં ટાઈગર હારા નહીં'. યશ રાજ ફિલ્મ્સ તેની સૌથી પ્રખ્યાત ફ્રેન્ચાઈઝીની ત્રીજી સીરિઝ માં સંપૂર્ણ સ્વેગ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌથી મોટા પ્રયોગ સાથે મનીષ શર્માના ખભા પર ટાઇગર 3 (Tiger 3) સુપરહિટ સાબિત થાય તે અનિવાર્ય છે તેની જવાબદારી સોંપાઇ છે. ટાઇગર 3 સફળ થાય તે સલમાન ખાન (Salman Khan) માટે પણ મહત્વનું છે. સલમાન ખાનની ટાઇગર 3 ગઇકાલે 12 નવેમ્બરે દિવાળીના પ્રસંગ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ત્યારે લોકોને આ ફિલ્મ પસંદ આવી કે નહીં? અને તેમનો શું મંતવ્ય છે ટાઇગર 3 (Tiger 3 Review) વિશે તે આ અહેવાલમાં વાંચો. ત્યારે લોકોને આ ફિલ્મ પસંદ આવી કે નહીં? અને તેમનો શું મંતવ્ય છે ટાઇગર 3 (Tiger 3 Review) વિશે તે આ અહેવાલમાં વાંચો. ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે, જે સલમાન માટે ફેન્સ તરફથી દિવાળી રિટર્નથી ઓછું નથી.

Advertisment

ટાઈગર 3’નો ક્રેઝ ચાહકોમાં એટલો વધારે છે કે તેની રિલીઝ પહેલા જ ફિલ્મે 20 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી હતી. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ટાઇગર 3એ ભારતમાં પ્રથમ દિવસે 44 કરોડ રૂપિયાથી વધુનું ઉત્તમ કલેક્શન નોંધાવ્યું હતું. ટાઈગર 3ને ચાહકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે દિવાળી દરમિયાન ફિલ્મને બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મળી હતી. Sacknilk ના શરૂઆતના બિઝનેસ અંદાજો મુજબ, એકસન-થ્રિલર ટાઇગર 3એ ભારતમાં તેના શરૂઆતના દિવસે તમામ ભાષાઓમાં રૂ. 44.50 કરોડનું આકર્ષક કલેક્શન કર્યું હતું.

ટાઇગર 3ની કહાની ફક્ત ત્રણ શબ્દોની આસપાસ ફરે છે - વિશ્વાસઘાત, વફાદારી અને દેશભક્તિ. આતિશ રહેમાન (ઇમરાન હાશ્મી) વિશ્વાસઘાતનું કામ કરી રહ્યો છે, વફાદારી પાકિસ્તાનની ભૂતપૂર્વ ISI એજન્ટ ઝોયા (કેટરિના) દ્વારા સાબિત કરશે. જ્યારે દેશભક્તિ તો તમને ખ્યાલ જ હશે કે કોણ નિભાવશે. સલમાન ખાન દેશભક્તિ અદા કરશે.

https://www.instagram.com/p/CycyPWJIRFj/

હવે આતિશ રહેમાન (ઇમરાન હાશ્મી) પોતાના દેશને દગો આપી રહ્યો છે. તેને કોઈપણ સ્થિતિમાં તે મિસાઈલનો કોડ જોઈએ છે, જે ચીને પાકિસ્તાનને આપ્યો હોય. જો પાકિસ્તાન તરફથી મિસાઈલ આવે છે, તો ભારતને ખતરો છે, આવી સ્થિતિમાં ઝોયા કોનો સાથે આપશે? ટાઈગર-ભારત કે તેના દેશ પાકિસ્તાનનો? આ વચ્ચે કંઈક એવું બન્યું કે ટાઈગરે પોતાને દેશદ્રોહી કહેવાથી બચાવવો પડ્યો. હવે આ પાસાઓ પાંચ દેશો - ભારત, પાકિસ્તાન, તુર્કી, રશિયા અને ઑસ્ટ્રિયા એટલે આ એક જ ફિલ્મ પાંચ દેશોના લોકેશન એક્સપ્લોર કરશે.

Advertisment

શું હવે આતિશ રહેમાનને તે મિસાઈલના કોડ્સ મળી જશે, શું ઝોયા આ વખતે પ્રેમ છોડીને તેના દેશ પાકિસ્તાનનો સાથ આપશે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ટાઈગર દેશદ્રોહી છે કે દેશભક્ત, યશ રાજ ફિલ્મ્સના ત્રીજા ભાગમાં આ તમામ સવાલના જવાબ મળી જશે.

ટાઈગર 3 સંપૂર્ણ ફૂલ ઓન એન્ટરટેઈનર છે, સલમાનના ચાહકોને ફિલ્મ પાસેથી જે કંઈ અપેક્ષાઓ હતી, તે બધી પૂરી થશે. આ ફિલ્મમાં સલમાનનો એક્શન અવતાર, ભાઈજાનની કેટરીના સાથેની કેમેસ્ટ્રી વગેરે ઇચ્છાઓ પૂરી થઈ છે.

ટાઇગર 3 સ્પાય યુનિવર્સ પર આધારિત ફિલ્મ છે. તેથી સૌથી મહત્વની બાબત ટાઇગરની જોરદાર નોક, એટલે કે તેનો એન્ટ્રી સીન. હવે આપણે પઠાણમાં શાહરૂખનો એવો જોરદાર સ્વેગ જોયો છે કે અપેક્ષાઓ આસમાને છે. જેને પગલે ટાઇગર 3માં સલમાનની એન્ટ્રી એડ્રેનાલિન રસ કે લોકોને જકડી રાખવામાં સક્ષમ નથી. તમે સલમાનને સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તમે પણ ખુશ છો, પણ એ ઉત્તેજના નથી. એવું પણ લાગે છે કે સલમાનને લાર્જર ધેન લાઈફ દેખાડવા માટે શરૂઆતમાં જ બળજબરીપૂર્વકની કાર્યવાહી કરવામાં આવી હતી.

સારી બાબત એ છે કે ટાઇગર 3ની વાર્તા ધીમી છતાં લોકોને જકડી રાખે છે. આ શ્રેય ફિલ્મના રાઇટર્સને જાય છે. તેઓએ ઓછામાં ઓછું એટલું તો બતાવ્યું છે કે તમે આ ફિલ્મમાં તમારો સમય આપો. આ ફિલ્મ માત્ર ભારત-પાકિસ્તાનની દુશ્મની ટાઈપની ફિલ્મ નથી.

આ ફિલ્મમાં એવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ રાખવામાં છે કે દુશ્મન ક્યારે મિત્ર બની જાય છે તેની તમને ખબર પણ નહીં પડે. હવે આ રિવ્યુ લખતી વખતે ઘણા બધા 'If and But' આવી રહ્યા છે, કંઈક સારું લાગે તો પણ કેટલીક ભૂલો પણ છે. ટાઇગર 3ની કહાની સાથે પણ આવું જ એક દ્રશ્ય છે, ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ જ મજબૂત હોવો જોઈએ, જેથી તમે તમારી સીટ પર ઉભા રહીને સીટી વગાડવા માટે મજબૂર થઈ જાઓ. પરંતુ અહીંયા તસવીર કંઇક જુદી છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ધીમો છે અને ઘણી વખત વચ્ચે ખુબ જ ખેંચાયેલુ અનુભવશો. મહત્વનું છે કે, આટલી મોટી ફિલ્મ પાસેથી લોકો આવી અપેક્ષા રાખવા માગતા નથી.

જો કે ફિલ્મની કહાની થોડી નિરાશજનક છે, પરંતુ આ કમી એક્ટિંગે પૂરી કરી દીધી છે. ટાઇગરના પાત્રમાં સલમાન ખાન ફરી એકવાર છવાય ગયો છે. વધતી ઉંમર ચહેરા પર સ્પષ્ટ દેખાય છે, પણ એક્ટરની એક્ટિંગે લોકોના દીલ જીતી લીધા. બીજી તરફ કેટરીના કૈફની વાત કરીએ તો તે ફિલ્મની હાઇલાઇટ છે. આ વખતે તેનો સ્ક્રીન ટાઇમ પહેલા બંને ભાગ કરતા વધુ છે. ટાઇગર 3માં કેટરીનાનો એકસન અવતાર કમાલનો જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/CzEDaNzIsf9/

આ પણ વાંચો : Juhi Chawla Birthday : જૂહી ચાવલાનો આ દિલચસ્પ કિસ્સો જાણીને દંગ રહી જશો

એમ કહેવું ખોટું નથી કે, મેકર્સે સલમાન કરતાં કેટરીનાના એક્શન પર વધુ ધ્યાન આપ્યું છે. તેનો સ્વેગ ભાઈજાન કરતાં વધુ દેખાય છે. પહેલીવાર આ મોટી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા ઈમરાન હાશ્મીનું કામ સારું કહેવાશે. એવું માનવામાં આવતું હતું કે ઇમરાન સલમાનની સામે નિસ્તેજ થઈ જશે, પરંતુ નિર્માતાઓએ સલમાનના સ્વેગને આટલું ઓછું કરી દીધું હોવાથી, અન્ય તમામ પાત્રો વધાર્યા છે. ટાઇગર 3માં શાહરૂખ ખાનનો 20 મિનિટનો જોરદાર એક્સન કેમિયો છે.

સલમાન ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ