Tiger 3 : બોલિવૂડના મેગા સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ દિવાળીના પર્વ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારે ફેન્સ આ ફિલ્મને લઇને ખુબ જ ઉત્સાહિત છે. સલમાન-કેટરીનાએ ચાહકોની દિવાળી વધુ સ્પેશિયલ બનાવી દીધી છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટાઇગર 3ના શો સિનેમાઘરોમાં 24 કલાક ચાલવા માટે તૈયાર છે.
આ સ્પાઇ યૂનિવર્સની ફિલ્મ ‘ટાઇગર 3’નો લોકોમાં ભારે ક્રેઝ છે. જેને ધ્યાને રાખીને દિલ્હી અને મિડિલ ઇસ્ટના સિનેમાઘરોમાં ટાઇગર 3ના શો 24 કલાક ચાલુ હશે. આ સાથે આ થિયેટર્સ કોઇ ફિલ્મ 24 કલાક ચલાવવનાર પ્રથમ છે.
સૂત્રના મતે, 13 નવેમ્બરથી દેશભરના સિનેમાઘરો ‘ટાઇગર 3’ને લઇને 25X7નું મોડલ ફોલો કરશે. દેશના તમામ એક્ઝિબિટર્સમાં ‘ટાઇગર 3’ની ભારે માંગ છે. કારણ કે ફિલ્મને લઇને લોકોમાં ભારે ક્રેઝ છે. મળતી માહિતી અનુસાર, આ ક્રેઝ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી બંને માટે બહુ સારો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે. બહુ સમયથી એક પણ સારી હિન્દી ફિલ્મ રિલીઝ થઇ નથી.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઇકાલે મંગળવારે રાત્રે 8 વાગ્યા સુઘીમાં ‘ટાઇગર 3’ની કુલ 2 લાખ 66 હજાર ટિકિટ વેચાય ગઇ છે. જો કે આ ફિલ્મે ભલે એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધી શાનદાર કમાણી કરી હોય, પરંતુ હજુ પણ આ ફિલ્મ શાહરૂખ ખાનની ‘જવાન અને પઠાણ’ સની દેઓલની ‘ગદર 2’ તેમજ પ્રભાસની ‘આદિપુરૂષ’થી પાછળ છે. ઉલ્લેખનીય છે કે, ‘ટાઇગર 3’ને રિલીઝ થવામાં હવે ચાર દિવસ બાકી છે. ટાઇગર 3 આ રવિવારે 12 નવેમ્બરે સિનેમાઘરોમાં હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.
નોંધનીય છે કે, એક થા ટાઇગર યશરાજ સ્પાઇ યૂનિવર્સની પ્રથમ ફિલ્મ હતી. જેને 198.78 કરોડ રૂપિયાનું લાઇફ ટાઇમ કલેક્શન કર્યું હતું. જ્યારે એક થા ટાઇગરની સિક્વલે 339.16 કરોડ રૂપિયાની બ્લોકબસ્ટર કમાણી કરી હતી. આવી સ્થિતિમાં હવે એ જોવું દિલચસ્પ છે કે ટાઇગર 3 બોક્સ ઓફિસ પર કેવો જલવો બતાવશે અને રેકોર્ડબ્રેક કમાણી કરશે કે કેમ?





