Tiger 3 Trailer | ટાઇગર 3 ટ્રેલર : સલમાન ખાન અને કેટરીના કૈફ ખતરનાક એકશન મોડમાં, જુઓ વીડિયો

Tiger 3 Trailer : સલમાન ખાને નવરાત્રીના બીજા દિવસે ટાઇગર 3નું ટ્રેલર રિલીઝ કરીને ફેન્સનો ઉત્સાહ બમણો કરી દીધો છે. ટાઇગર 3માં ઘણા સમય બાદ સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળશે. ટાઇગર 3ના ટ્રેલરની વાત કરીએ તો ચોક્કસ તમને જોઇને મજા પડી જશે.

Tiger 3 Trailer : સલમાન ખાને નવરાત્રીના બીજા દિવસે ટાઇગર 3નું ટ્રેલર રિલીઝ કરીને ફેન્સનો ઉત્સાહ બમણો કરી દીધો છે. ટાઇગર 3માં ઘણા સમય બાદ સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળશે. ટાઇગર 3ના ટ્રેલરની વાત કરીએ તો ચોક્કસ તમને જોઇને મજા પડી જશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Tiger 3| Tiger 3 Trailer| Tiger 3 Release Date| Diwali 2023| Salman Khan | Katrina Kaif| Shah Rukh Khan | Emran Hashmi

Tiger 3 Trailer : સલમાન ખાન, કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી ફાઇલ તસવીર

Tiger 3 Trailer : બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન અને કેટરીના કૈફ આગામી ફિલ્મ 'ટાઇગર 3'ને લઇને સતત ચર્ચામાં છે. ત્યારે સલમાન ખાને નવરાત્રીના બીજા દિવસે ટાઇગર 3નું ટ્રેલર રિલીઝ કરીને ફેન્સનો ઉત્સાહ બમણો કરી દીધો છે. મહત્વનું છે કે ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મનો ઇતંજાર કરી રહ્યા છે. ટાઇગર 3માં ઘણા સમય બાદ સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળશે. ટાઇગર 3ના ટ્રેલરની વાત કરીએ તો ચોક્કસ તમને જોઇને મજા પડી જશે.

Advertisment

'ટાઈગર-3'ના ટ્રેલર ખતરનાક એક્શનથી ભરપૂર છે. આમાં માત્ર સલમાન જ નહીં પણ કેટરીના કૈફ પણ એક્શન અવતારમાં જોવા મળી શકે છે. ટ્રેલરમાં 'ભાઈજાન' મૂંઝવણમાં છે કે તે પરિવાર પસંદ કરશે કે દેશ. વીડિયોમાં ઈમરાન હાશ્મી પરિવાર માટે સલમાનનો સામનો કરતા જોઈ શકાય છે. આ સિવાય વીડિયોમાં જોઈ શકાય છે કે તે મુવી દમદાર એક્શનની સાથે દમદાર ડાયલોગ્સથી ભરપૂર છે. તે જ સમયે, 'ભાઈજાન'ની આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતો જોવા મળવાનો છે. એવું લાગી રહ્યું છે કે સલમાન ખાનની આ ફિલ્મ ફેન્સની દીવાળી શાનદાર બનાવી દેશે.

ઉલ્લેખનીય છે કે 'ટાઈગર-3'માં સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી 6 વર્ષ પછી પડદા પર વાપસી કરી રહી છે. આ પહેલા બંને છેલ્લે ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'માં જોવા મળ્યા હતા. આ સાથે અભિનેત્રીના લગ્ન પછી આ પહેલી ફિલ્મ હશે, જે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે તે કમબેક કરવા જઈ રહી છે. 'ટાઈગર-3' તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : Bigg Boss 17 : બિગ બોસ 17ની કન્ટેસ્ટન્ટ અને પૂર્વ પત્રકાર જીજ્ઞા વોરાનો ક્રાઇમ સાથે ઉંડો નાતો, વાંચો ક્રાઇમ સ્ટોરી , તેની કહાણી પર બની છે આ વેબ સીરિઝ

Advertisment

આપણે ફિલ્મ 'ટાઈગર-3'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, સલમાન ખાન સિવાય, તેમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ હશે. ટાઇગર 3માં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેને વિલનની ભૂમિકામાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર 12 નવેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ભાઈજાનની આ ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા છે અને દિગ્દર્શક મનીષ શર્મા છે.

સલમાન ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ