બોલિવૂડના બાદશાહ કિંગ ખાન ફરી ચારેકોર ચર્ચામાં આવી ગયો છે. તેને પોતાની વ્યાપક લોકપ્રિયતા સાબિત કરી છે. ટાઇમ મેગેઝિન દ્વારા આયોજીત 2023 TIME100 પોલમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) નું નામ મોખરે છે. હવે તેઓ TIME 100ની યાદીમાં ટોચ પર આવી સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બની ગયો છે. 2023 TIME100 પોલમાં મેગેઝિનના વાંચકોએ TIME ની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની વાર્ષિક યાદીમાં સ્થાન મેળવવા માટે લાયક એવા વ્યક્તિત્વને પોલમાં વોટ આપ્યો હતો. TIME સંપાદકો 13 એપ્રિલે TIME100 યાદી માટે તેમની પસંદગીની ફાઈનલ યાદી પ્રકાશિત કરશે.
આ પોલમાં કુલ મળીને 12 લાખથી વધુ લોકોએ વોટ કર્યા, જેમાંથી શાહરૂખ ખાન 4 ટકા વોટ મેળવીને ટોપ પર છે. તેમના સિવાય હોલીવુડ અભિનેત્રી મિશેલ યોહ, વિશ્વની સૌથી પ્રખ્યાત ટેનિસ ખેલાડીઓમાંથી એક સેરેના વિલિયમ્સ, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા ડી સિલ્વાનો આ યાદીમાં સમાવેશ થાય છે. નવાઇની વાત એ છે કે, આ તમામ સ્ટાર્સને પાછળ છોડીને શાહરૂખ ખાને ટોપ આવી બાી મારી લીધી.
આ પણ વાંચો: બોલિવૂડની દુર્દશા અંગે સલમાન ખાનનું મોટું નિવેદન…’ખરાબ પિક્ચર બનાવશો તો કેવી રીતે ચાલશે’
વિશ્વના પ્રખ્યાત ફૂટબોલર અને આર્જેન્ટિનાની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સી આ યાદીમાં પાંચમા સ્થાને છે, જેમને 1.8 ટકા વોટ મળ્યા છે. ગયા વર્ષે પોતાની કારકિર્દીનો પહેલો વર્લ્ડ કપ જીતનાર લિયોનેલ મેસ્સી આ પહેલા ફ્રાન્સના ફૂટબોલ મેગેઝિન દ્વારા આપવામાં આવેલ ‘બેલોન ડી’ઓર એવોર્ડ’ સાત વખત જીતી ચૂક્યો છે.