/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/tmkoc-actor-sodhi-missing-case.jpg)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલ એક્ટર ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢી 4 દિવસથી ગુમ છે
TMKOC Actor Sodhi Missing Case Updates : ટીવીની લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટર ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢીના ગુમ થવાના સમાચારે હોબાળો મચાવ્યો હતો. તે 22 એપ્રિલથી ગુમ થયો છે. અભિનેતા દિલ્હીમાં તેના પિતાના ઘરે ગયો હતો. ત્યાંથી તે મુંબઈ જવા રવાના થયો પણ હજુ સુધી પહોંચી શક્યો નથી. ફોન પણ બંધ આવી રહ્યો છે, ત્યારબાદ પિતાએ પોલીસમાં ગુમ થવાનો કેસ નોંધાવ્યો. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે.
પોલીસ અનુસાર, આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ કેસમાં અનેક ખુલાસા થયા છે. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જે બાદ તેને અપહરણનો મામલો ગણાવવામાં આવી રહ્યો છે.
રોશન સિંહ સોઢી દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યો અને...
50 વર્ષીય ગુરચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગુમ છે. ન તો તે મુંબઈ પહોંચ્યો અને ન તો દિલ્હીમાં તેના પિતાના ઘરે પાછો ગયો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભિનેતા 22 એપ્રિલની સવારે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો. દિલ્હી એરપોર્ટથી મુંબઈની 8.30 વાગ્યે તેની ફ્લાઈટ હતી પરંતુ તેણે ન તો ફ્લાઈટ લીધી કે ન તો મુંબઈ પહોંચ્યા. આ પછી જ્યારે પરિવારના કોઈ સભ્યનો ગુરુચરણ સાથે કોઈ સંપર્ક ન થયો ત્યારે પિતાએ 25 એપ્રિલે દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
ગુરુચરણ સિંહ ના અનેક ટ્રાન્જેક્શન અને અપહરણની શંકા
આજ તકના અહેવાલ મુજબ, હવે આ કેસમાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં અભિનેતા બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ સાથે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢીના ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મળી હતી, જેમાં અનેક ટ્રાન્ઝેક્શન પણ થયા હોવાનું બહાર આવ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને ઘણી અજીબ વસ્તુઓ મળી છે, જેના પછી પોલીસને અપહરણની સીધી શંકા છે. જો કે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે. કંઈપણ કહેતા પહેલા અપડેટ્સની રાહ જોવી પડશે.
સોઢીના પિતાએ ચિંતા વ્યક્ત કરી
સોઢીના પિતા હરજીત સિંહે તેમના પુત્ર વિશે ચિંતા વ્યક્ત કરી છે. તો, પોલીસે પિતાને અભિનેતા ગુરુચરણને શોધી કાઢવાની ખાતરી પણ આપી છે. હરજીત સિંહે આશા વ્યક્ત કરી હતી કે, તેમનો પુત્ર એકદમ ઠીક હશે. તેમણે એવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ભગવાન તેમના પુત્રને આ સમયે જ્યાં પણ હોય ત્યાં આશીર્વાદ આપે. તેમણે કાયદામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' થી ઓળખ મળી, શો છોડી દીધો
તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહને ટીવી સીરિયલ 'તારક મહેતા…' થી લોકપ્રિયતા મળી હતી. આમાં તે રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતું બન્યું હતું. બાદમાં તેણે શો છોડી દીધો હતો. શોના કલાકારોએ નિર્માતાઓ પર બાકી ચૂકવણી ન કરવાનો આરોપ મૂક્યો હતો, જેમાંથી એક ગુરુચરણ હતા, જેમને પૈસા મળ્યા ન હતા. જેનિફર મિસ્ત્રીએ અવાજ ઉઠાવ્યા બાદ 'સોઢી'ને પણ પૈસા મળ્યા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us