/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-64.jpg)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં મુનમુન દત્તા એ બબીતા જી અને રાજ અનડકટે ટપ્પુની ભૂમિકા ભજવી છે. ( Photo - @mmoonstar/@raj_anadkat)
TMKOC Babita Tappu Engagement News Update : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા અને ટપુ ઉર્ફે રાજ અનડકટની સગાઇના સમાચાર સાંભળી સૌને આશ્ચર્ય થયું છે. આમ તો TMKOCના કલાકાર મુનમુન દત્તા અને રાજ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોય તેવા ન્યૂઝ આવતા રહ્યા છે. જો કે આ સમાચાર પર બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અલબત્ત આ દરમિયાન સગાઇના સમાચાર વિશે મુનમુન દત્તાના નજીકના સુત્રોએ મોટા અપડેટ આપ્યા છે.
ટપ્પુ કરતા બબીતા કેટલા વર્ષ મોટી
તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મુનમુન દત્તાએ બબીતા જીનો રોલ કર્યો હતો, જેની પાછળ ગોકુલધામ સોસાયટીના પુરુષો દિવાના હતા. જેઠાલાલ પણ બબીતા જી પર ફિદા છે. આ સિરિયલમાં રાજ અનડકટે જેઠાલાલના પુત્ર ટપ્પુની ભૂમિકા ભજવી હતી. રાજ અનડકટ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે. મુનમુન 36 વર્ષની છે અને રાજની ઉંમર 27 વર્ષ છે.
સોશિયલ મીડિયા પર તેમની સગાઇના સમાચાર ઝડપથી વાયરલ રહ્યા છે અને લોકોને નવાઇ લાગી શકે છે. સોશિયલ મીડિયા પર બંને કલાકારોને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. તો અમુક લોકો કહી રહ્યા છે કે, આ સમાચાર સાંભળી જેઠાલાલ ખૂબ દુઃખી થશે. સગાઈની દરેક પોસ્ટ પર ઘણી રમુજી કમેન્ટ થઇ રહી છે.
હાલ બંને આ શોનો હિસ્સો નથી અને જ્યારથી રાજે આ શો છોડ્યો છે ત્યારથી તેમના અફેરના સમાચારે જોર પડક્યું છે. હવે ચાહકો મુનમુન અને રાજની સગાઈની તસવીરની રાહ જોઈ રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-63.jpg)
નોંધનીય છે કે ભૂતકાળમાં ટેલીવુડ સેલિબ્રિટ રાજ અનડકતે વિદેશમાં ફરતા સમયે ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી તો બીજી તરફ મુનમુન દત્તાએ પણ લગભગ એક જ સમયે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિદેશની ઘણી તસવીરો શેર કરી હતી. જેના કારણે બંને વેકેશન પર ગયા હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો | બેવકૂફ છોકરીમાંથી સૌથી સફળ અભિનેત્રી બનનાર આલિયા ભટ્ટની દિલચસ્પ કહાની વાંચો
રાજ અનડકટ સાથે સગાઇ કરી નથી : મુનમુન દત્તાના સુત્રનો ખુલાસો
TMKOCના બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા અને ટપ્પુ ઉર્ફે રાજ અનડકટની સગાઇના સમાચાર પર મુનમુન દત્તાના નજીકના સુત્રોએ આ વિશે મોટા અપડેટ આપ્યા છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વિરલ ભાયાણીના ઇન્સ્ટા હેન્ડલ @viralbhayani પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યુ છે કે, મુનમુન દત્તાના નજીકના સુત્રે સગાઇના સમાચારને ફગાવી દીધા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us