TMKOC Daya Ben Replace In Show : ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. દયા બેનનું પાત્ર ઘણા વર્ષોથી આ શોમાં જોવા મળ્યું નથી અને નિર્માતા અસિત મોદી સતત તેમના દર્શકોને વચન આપી રહ્યા છે કે દયા ભાબી ટૂંક સમયમાં જ શોમાં પરત ફરશે. હવે જેનિફર મિસ્ત્રીએ એ કલાકાર વિશે ખુલાસો કર્યો છે જે શોમાં દિશા વાકાણીની જગ્યા લઈ શકી હતી.
જેનિફર મિસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જણાવી રહી છે કે એક એવી કલાકાર છે, જેને ત્રણ વર્ષથી દયા બેનનો રોલ કરવા માટે બોલાવવામાં આવી છે. પરંતુ ઉંમરમાં બહુ નાની દેખાશે. તેથી તેમની ફાઇનલ કરવામાં આવી રહી નથી.
વીડિયોમાં જેનિફર કહી રહી છે કે, તે 100 ટકા દયાળુ છે, તે બિચારી છોકરીને ખબર છે કે 3 વર્ષથી તેનું ઓડિશન લઇ રહ્યા છે. દિલ્હીથી તેને બોલાવીએ છીએ, બસ એટલું જ કે તે ખુબ જ યંગ છે. મને લાગે છે કે તે 28 થી 29 વર્ષની છે, ઉંમરમાં ઘણો અંતર દેખાશે આથી તેનું નક્કી થઇ રહ્યું નથી.
જેનિફરે વધુમાં કહ્યું, પરંતુ એકદમ બતાવ્યું, તેનો અમારી સાથ મોક શૂટ હુઆ હૈ, અમારા, દિલીપ જી નો, અમિત નો, ટપુ સેનાનો, બધાનો અલગ થયો છે. હા, ચહેરો થોડોક અલગ છે, પરંતુ તે તૈયાર થઈ જશે અને જો તમે તમારી આંખો બંધ કરો છો, તો તમે તફાવત જાણી શકતા નથી. જોકે જેનિફરે કલાકરનું નામ જાહેર કર્યું નથી, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે, આ કલાકાર દયાના પાત્રમાં જોવા મળવાની નથી.
તમને જણાવી દઇએ કે વર્ષ 2017માં દિશા વાકાણીએ આ શો છોડી દીધો હતો અને ત્યારથી ફેન્સ દયા બેનની રાહ જોઇ રહ્યા હતા. ગયા વર્ષે આ શોને 15 વર્ષ પૂરા થયા હતા અને નિર્માતા અસિત મોદીએ દર્શકોને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં દયાને શોમાં પાછા લાવશે, પરંતુ એવું થયું નહીં. પ્રોમોમાં દર્શકોને વારંવાર આશા આપવામાં આવે છે કે દયા આવવાની છે અને અત્યાર સુધી એવું થયું નથી. જેના કારણે દર્શકો સોશિયલ મીડિયા પર શોના મેકર્સ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.





