/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/jheel-mehta-enageged.jpg)
તારક મહેતા ફેમ ઝીલ મહેતાને બોયફ્રેન્ડે આદિત્યએ રોમૅંટિક અંદાજમાં કર્યું પ્રપોઝ, જુઓ વીડિયો
TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જૂની સોનુ યાદ છે? માધવીભાભી તથા આત્મારામ ભીડેની પુત્રી અને ટપુડાના દરેક તોફાનની સાક્ષી બનતી સોનુ એટલે કે ઝીલ મહેતા (Jheel Mehta) એ સગાઇ કરી લીધી છે. હાલમાં ઝીલ મહેતાની સગાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને અલગ રીતે પ્રપોઝ કર્યું હતું જે બાદ ઝીલે તેને હા પાડી હતી. આ દરમિયાન ઝિલ એકદમ ભાવુક દેખાઈ રહી હતી. કપલનો આ ક્યૂટ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
આ વીડિયો જોયા પછી લોકો ઝીલને અભિનંદન આપી રહ્યા છે. તારક મહેતામાં તેના કો-સ્ટાર એટલે કે ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા ભવ્ય ગાંધીએ પણ કોમેન્ટ કરી છે. સાથે જ ઝિલના ઘણા ચાહકોએ પણ કોમેન્ટ કરી છે. જણાવી દઈએ કે ઝિલ મહેતાએ TMKOC માં સોનાલિકા આત્મારામ ભીડે ઉર્ફે સોનુની ભૂમિકા ભજવી હતી.
ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલે વર્ષ 2012માં શો છોડી દીધો હતો. ઝિલ પછી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી સહિત અન્ય ઘણા પાત્રોએ પણ શો છોડી દીધો.
આ શોના મેકર્સ પણ ઘણા સમયથી વિવાદોમાં છે. હાલમાં, અભિનેત્રી પલક સિંધવાણી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકામાં જોવા મળે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શેર કરતી રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us