Tmkoc Sodhi Gurucharan Singh Return Home News In GUjarati : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લોકપ્રિયતા હાંસિલ કરનાર સોઢી ઉર્ફ ગુરૂચરણ સિંહ આખરે 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો છે. તેથી પરિજનો અને ચાહકોએ હાશકારો અનુભવ્યો છે. પોલીસે ગુરૂચરણ સિંહની પૂછપરછ કરી હતી. જેમાં મોટો ખુલાસો થયો છે. જે તમને વિચારમાં મૂકી દેશે.
મળતી માહિતી અનુસાર, ગુરૂચરણ સિંહ 17 મેના રોજ પોતાના ધરે પરત ફર્યા હતા. સોઢીના આવતા જ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન એક આઘાતજનક ખુલાસો થયો હતો. જ્યાં પોલીસ સહિત તેના પરિવાર અને ફેન્સને એવું લાગતું હતુ કે, ગુરૂચરણ સિંહ કિડનેપ થયા છે પરંતુ ખરેખરતો સોઢી એક ધાર્મિક યાત્રા પર નીકળ્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે, તે સાંસારિક મોહમાયા ત્યાગીને ધાર્મિક યાત્રા માટે ઘર છોડી ધીધું હતું. તે અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયો. પછી તેને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતો. ત્યારપછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. એવું પણ જાણવા મળે છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યો હતો.





