Top 10 Movies and Web Series List News In Gujarati : છેલ્લા ઘણા સમયથી ઓટીટીનો દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે Netflix, Zee5, Jio Cinema, Amazon Prime Video, Hotstar પર અઢળક મુવીઓ વેબ સિરીઝ ઉપલબ્ધ છે. આજે અમે નેટફ્લિક્સની ટોપ 10 મુવી અને વેબ સિરીઝ (Top 10 Movies and Web Series) વિશે અહીં જણાવીશું. IMDB દ્વારા આ મુવી અને સિરીઝને 10માંથી 8 રેટિંગ આપ્યાં છે.
માર્વેલ ડેયરડેવિલ
આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર ‘માર્વેલ ડેયરડેવિલ’ ફિલ્મ છે. આ મુવી એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો ચાર્લી કોક્સ, એલ્ડન હેન્સન સહિતની જબરદસ્ત કાસ્ટ છે. આ ફિલ્મને IMDBએ 10માંથી 8.6 રેટિંગ આપ્યાં છે.
નારકોસ
અમેરિકન ડ્રામા પર આધારિત વેબ સિરીઝ નારકોસ આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. આ સિરીઝને ક્રિસ બ્રૈંકાટો, કાર્લો બર્નાર્ડ અને ડોગ મીરોને એક સાથે બનાવી અને પ્રોડ્યૂસ કરી છે. સિઝન 1-2 કોલંબિયાની નાર્કો ટેરેરિસ્ટ અને ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારની કહાની દર્શાવે છે. IMDBએ આ સિરીઝને 10માંથી 8.8 રેટિંગ આપ્યાં છે.
સ્વીટ ગર્લ
ટોપ 10 મુવી અને સિરીઝની યાદીમાં ત્રીજા સ્થાન પર સ્વીટ ગર્લ મુવી છે. આ ફિલ્મની કહાની એટલી જબરદસ્ત છે કે તમારું ભરપૂર મનોરંજન કરશે. સ્વીટ ગર્લ મુવી એક વ્યક્તિ તેની પત્નીના મોતથી આઘાતમાં હોય છે અને તેના પર પત્નીના મૃત્યુનું બદલો લેવાનું ભૂત ચડ્યું હોય છે તેના પર આધારિત છે.
માય નેમ ઇઝ વેંડેટા
વર્ષ 2022માં સ્ટ્રીમ થયેલી ફિલ્મ માય નેમ ઇઝ વેંડેટા મુવી સૌકોઇને પસંદ આવી છે. સોશિયલ મીડિયાથી લઇને ફિલ્મ વિવેચકોએ પણ માય નેમ ઇઝ વેંડેટા ફિલ્મના જોરદાર વખાણ કર્યા હતા. આ ફિલ્મની કહાની પણ ઘણી રોમાચિંત છે. આ મુવીને ડિરેક્ટર કોસિમો ગોમેઝે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો તેમાં એલેસસાન્ડ્રો ગાસમન, જીનેવરા ફ્રાન્સેસકોની અને એલેસિઓ પ્રેકટિકો મહત્વની ભૂમિકામાં નજર આવે છે.
6 અન્ડરગ્રાઉન્ડ
નામ પરથી જ તમને આઇડિયા આવી ગયો હશે કે 6 અન્ડરગ્રાઉન્ડ વેબ સિરીઝની કહાની શું હશે. તો આ સિરીઝની કહાની 6 વ્યક્તિ પર આધારિત છે. તેઓને ઘણા મુશ્કેલ ટાસ્ક આપવામાં આવે છે. જેને પગલે તેઓનું ભવિષ્ય સંપૂર્ણ રીતે બદલી જાય છે.
મની હાઇએસ્ટ
મની હાઇએસ્ટ વેબ સિરીઝની કહાની બેંક રોબરી પર આધારિત છે. આ સિરીઝમાં ગજબનું સસ્પેંસ અને રોમાંચ તમને અંત સુધી જકડી રાખશે. આ સિરીઝની દરેક સિઝન ખુબ જ રોમાચિંત અને મજેદાર છે કે તમને જોઇને મજા પડી જશે.
કોહરા
કોહરા એક શાનદાર અને થ્રિલર વેબ સિરીઝ છે. કોહરા વેબ સિરીઝની કહાની એક યંગ છોકરા ઉપર આધારિત છે, જેનું લગ્નના એક દિવસ પહેલા મોત થઇ જાય છે. આ સિરીઝની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો આમાં સીરિયલ ઇસ પ્યાર કો ક્યા નામ દુ એક્ટર બરૂન સોબતી, સુવિંદર વિકી અને હરલિન શેઠ્ઠી લીડ રોલમાં નજર આવશે.
દિલ્હી ક્રાઇમ સિરીઝ
આ લિસ્ટમાં 10માં સ્થાન પર દિલ્હી ક્રાઇમ સિરીઝ છે. ખરેખર નેટફ્લિક્સની સિરીઝ બહુ શાનદાર છે. આ સિરીઝ એકવાર તો અવશ્ય જોવી જોઇએ. દિલ્હી ક્રાઇમ કેસ નિર્ભયા કેસ પર આધારિત સિરીઝ છે. જેમાં આ સિરીઝના બે ભાગ છે. આ સિરીઝનમાં મુખ્ય પાત્રમાં સેફાલી શાહ, રસિકા દુગલ, યશવિની દયામા સહિતના કલાકાર મહત્વની ભૂમિકામાં નજર આવશે.