દેશમાં છેલ્લા ઘણા સમયથી વેબ સીરિઝ જોવોનો લોકોમાં ભારે ક્રેઝ છે. જેને પગલે દરેક ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિર્સ, સોની લિવ, ડિઝની, એમેઝોન વગેરે દર સપ્તાહમાં એક નવી વેબ સીરિઝ રિલીઝ કરવાની કોશિશ કરે છે. તેથી અમે તમને ઓરમેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી ટોપ 10 વેબ સીરિઝ અંગે જણાવીશું.

પોચર (Poacher)
અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી પોચર ક્રાઇમ થ્રીલર વેબ સીરિઝ છે. આ સીરિઝ ટોપ પર છે. પોચરમાં 90ના દાયકાના પ્રારંભમાં કેરળમાં હાથિયોંની ક્રુર હત્યા કરવાની કહાની દર્શાવવામાં આવી છે. આ સીરિઝને આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
મહારાની સીઝન 3 (Maharani Season 3)
સોની લિવની ટોપ વેબ સીરિઝ મહારાની 3 તાજેતરમાં રિલીઝ થઇ છે. આ સીરિઝમાં હુમા કુરેશી લીડ રોલમાં નજર આવે છે.
સનફ્લાવર સીઝન 2 (Sunflower Seaso 2)
સુનીલ ગ્રોવર અને અદા શર્મા સ્ટારર વેબ સીરિઝ સનફ્લાવર સીઝન 2 ક્રાઇમ અને કોમેડીનો તડકો છે. આ વેબ સીરિઝ તમે Zee 5 પર જોઇ શકો છો.
મામલા લીગલ હૈ (Maamla Legal Hai)
મામલા લીગલ હૈ’ એ નેટફ્લિક્સ પર તાજેતરમાં રીલીઝ થયેલી વેબ સિરીઝ છે કે જેની વાર્તા પટપડગંજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલોના જીવનની આસપાસ ફરે છે. આ સિરીઝમાં વકીલોના વાસ્તવિક જીવનની વાર્તાઓથી પ્રેરિત વિચિત્ર કેસોને વણી લેવામાં આવ્યા છે.
શોટાઇમ (Showtime)
કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કવરમાં આવેલી ઇમરાન હાશ્મીની ‘શોટાઇમ’ હાલમાં જ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ શોમાં ઇમરાનની સાથે નસીરુદ્દીન શાહ, રાજીવ ખંડેલવાલ, મૌની રૉય, મહિમા મકવાણા, શ્રિયા સરન અને વિજય રાઝ છે. આ શોને મિહિર દેસાઈ અને અર્ચિત કુમારે ડિરેક્ટ કર્યો છે. આ શોમાં ઇમરાન હાશ્મીએ રઘુનું પાત્ર ભજવ્યું છે, જે આજના જમાનાનો પ્રોડ્યુસર હોય છે. તેના માટે ફિલ્મ ફક્ત એક બિઝનેસ હોય છે અને એ બૉક્સ-ઑફિસ પર કેવી હોય છે એનાથી વધુ તેને કોઈ ફરક નથી પડતો.
આર્યા સીઝન 3 (Aarya Season 3 )
સુષ્મિતા સેનની આ વેબ સિરીઝ વન ટાઈમ વોચ છે. તમને આમાં આશ્ચર્યજનક કંઈ જોવા મળશે નહીં. કારણ કે વાર્તામાં બહુ અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ સિરીઝ સંપૂર્ણપણે સુષ્મિતા પર આધારિત છે અને તેનો ગુસ્સો આ સિરીઝનું સંપૂર્ણ ધ્યાન છે. આ સીરિઝ તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઇ શકો છો.
ઇન્ડિયન પોલીસ ફોર્સ (Indian Police Force)
આ લિસ્ટમાં ઇન્ડિયન પોલીસ ફોર્સ સીરિઝ પણ સામેલ છે. રોહિત શેટ્ટીની ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ની રાહ આખો દેશ જોઈ રહ્યો હતો, તે એમેઝોન પ્રાઇમ પર લોન્ચ કરવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય ફુલ ટશનમાં જોવા મળી રહ્યા છે.
અવતાર: ધ લાસ્ટ એયરબેંડર (Avatar: The Last Airbender)
અવતાર: ધ લાસ્ટ એયરબેંડર વેબ સીરિઝ ટ્રેન્ડમાં છે. આ વેબ સીરિઝ તમે નેટફ્લિક્સ પર જોઇ શકો છો.
લુટેરે (Lootere)
રજત કપૂર અને આમિર અલીની વેબ સીરિઝ લુટેરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ છે.
આ પણ વાંચો : શૈતાન સામે સિદ્ધાર્થની યોદ્ધા ફિક્કી, માત્ર આટલું જ કુલ કલેક્શન
મર્ડર મુબારક (Murder Muabarak)
પંકજ ત્રિપાઠી, વિજય વર્મા, સારા અલી ખાન, કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સથી ભરપૂર આ સીરિઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.





