Top 5 Monsoon Songs : આ ટોપ 5 ગીત વરસાદની સિઝનની મજાને બમણી કરી દેશે, ભરચોમાસે ગરમીનો અહેસાસ થશે

Top 5 Monsoon Songs : આ વરસાદી માહોલમાં ઘણા લોકોનો રોમેન્ટિક મૂડ પણ બન્યો હશે. ત્યારે આજે અમે તમને એવા જ ટોપ-5 બોલિવૂડ ગીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ચોમાસાની સિઝનની મજાને બમણી કરી દેશે.

Written by mansi bhuva
June 27, 2023 14:31 IST
Top 5 Monsoon Songs : આ ટોપ 5 ગીત વરસાદની સિઝનની મજાને બમણી કરી દેશે, ભરચોમાસે ગરમીનો અહેસાસ થશે
આ ટોપ 5 ગીત વરસાદની સિઝનની મજાને બમણી કરી દેશે

Top 5 Songs : હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. તો બીજી તરફ આ વરસાદી માહોલમાં ઘણા લોકોનો રોમેન્ટિક મૂડ પણ બન્યો હશે. ચોમાસું તેની સાથે વરસાદ, ઠંડો પવન અને આહલાદક હવામાન તો લાવે જ છે, પરંતુ તે આપણા મૂડ અને દિલને પણ સુકૂન આપે છે. બોલિવૂડની ફિલ્મોમાં મોનસૂન હંમેશા રોમાન્સ સાથે જોડાયેલું રહ્યું છે. તમે ફિલ્મોમાં હીરો-હિરોઈનોને વરસાદમાં વારંવાર ડાન્સ કરતા જોયા હશે. આવામાં તમને તમારા પ્રિયતમાની યાદ સખત યાદ આવતી હશે. આજે અમે તમને એવા જ ટોપ-5 બોલિવૂડ ગીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને ચોમાસાની સિઝનની મજા બમણી થઇ દેશે. આ ગીત સાંભળીને તમારો ચોકક્સથી તમારો મૂડ બની જશે.

ટીપ ટીપ ગીત

રોમેન્ટિક ગીતોમાં સૌપ્રથમ લોકમુખે અક્ષય કુમાર અને રવીના ટંડનનું ફેમસ ગીત ‘ટીપ ટીપ’ બરસા પાણી આવે. સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક, આ ગીત ચોમાસાના વરસાદ દરમિયાન વારંવાર સાંભળવામાં આવે છે. કપલ્સ માટે ચોમાસામાં સાંભળવા માટેનું આ શ્રેષ્ઠ રોમેન્ટિક ગીત છે. ગીતમાં રવિના અને અક્ષયની કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે. આ ગીત રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ ‘સૂર્યવંશી’માં રિક્રિએટ કરવામાં આવ્યું હતું.

રિમજીમ ગિરે સાવન ગીત

આ પછી ફિલ્મ ‘મંઝિલ’નું એવરગ્રીન મોનસૂન ગીત ‘રિમજીમ ગિરે સાવન’ બીજા કોઈએ નહીં પણ કિશોર કુમારે ગાયું હતું. આ ગીત અભિનેતા અમિતાભ બચ્ચન અને મૌસુમી ચેટર્જી પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતને રિલીઝ થયાને લગભગ 44 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં આ ગીત ચોક્કસપણે દરેકના પ્લેલિસ્ટમાં રહે છે.

બારીશ ગીત

ત્રીજું રોમેન્ટિક ગીત છે અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’નું. આ રોમેન્ટિક ગીત વરસાદના દિવસો માટે શ્રેષ્ઠ છે. ‘બારીશ’ ગીતને એશ કિંગ અને શાશા તિરુપતિએ પોતાનો અવાજ આપ્યો છે. હૃદયસ્પર્શી ગીત અરાફાત મેહમૂદ અને તનિષ્ક બાગચી દ્વારા લખવામાં આવ્યું છે.

બરસો રે ગીત

ચોથું હિટ ગીત 2007માં આવેલી ફિલ્મ ‘ગુરુ’નું ગીત ‘બરસો રે’ને તમે કેવી રીતે ભૂલી શકો. શ્રેયા ઘોષાલનો મધુર અવાજ વરસાદને વધુ આહલાદક બનાવે છે. ગીતના બોલ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચનનો ડાન્સ આ ગીતને શાનદાર બનાવે છે. આ ગીતને રિલીઝ થયાને લગભગ 15 વર્ષ થઈ ગયા છે, છતાં પણ ઘણા લોકો તેને વારંવાર સાંભળે છે.

ભીગી ભીગી રાતો મેં ગીત

પાંચમું ગીત તો એવું છે જે તમને ભરચોમાસે ગરમીનો અહેસાસ કરાવી દેશે. આ ગીતનું નામ છે ભીગી ભીગી રાતો મેં. આ ગીતમા રાજેશ ખન્ના અને ઝીનત અમાન છે. જેઓ જોરદાર કેમેસ્ટ્રી દેખાડી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ