Top 50 Asian Actors : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) એ આ વર્ષે 4 વર્ષ પછી મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરી છે. બે બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ તે તેની ત્રીજી ફિલ્મ ‘ડિંકી’ માટે તૈયાર છે. ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે શાહરૂખ ખાનને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચાર સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે.
એક પછી એક ઘણા રેકોર્ડ તોડ્યા બાદ એશિયાના ટોપ 50 સ્ટાર્સની યાદીમાં શાહરૂખ ખાન નંબર વન પર છે. યૂકેની ઇસ્ટર્ન આઇ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં કિંગ ખાને દિગ્ગજ સ્ટાર્સને માત આપીને બાજી મારી લીધી છે. નઝીર ખાનના મતે પઠાણ અને જવાન ની પ્રચંડ સફળતાએ શાહરૂખ ખાનને બોલિવૂડમાં ફરી ચમકાવી દીધો છે. તેના પ્રમાણે શાહરૂખ ખાન ઇતિહાસ રચનારા સુપરસ્ટારમાંથી એક છે.
2023માં શ્રેષ્ઠ એશિયન ટોપ 50 સેલેબ્સની યાદીમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત અનેક નામ સામેલ છે. આ યાદી લોકોની રુચિ અને સોશિયલ મીડિયા યુઝર્સની પસંદગીના આધારે તૈયાર કરવામાં આવી છે. આજે અમે તમને એવા કલાકારોના નામ જણાવવા જઈ રહ્યા છીએ જેમને ટોપ 50 એક્ટર માનવામાં આવ્યા છે.
ટોચના 10 હીરો
શાહરૂખ ખાનસલમાન ખાનઅક્ષય કુમારરણબીર કપૂરહૃતિક રોશનરણવીર સિંહઆમિર ખાનકાર્તિક આર્યનઅજય દેવગણસિદ્ધાર્થ મલ્હોત્રા
ટોચની 10 એક્ટ્રેસ
આલિયા ભટ્ટદીપિકા પાદુકોણકેટરીના કૈફકિયારા અડવાણીકૃતિ સેનનશ્રદ્ધા કપૂરકરીના કપૂર ખાનપ્રિયંકા ચોપરાઐશ્વર્યા રાયઅનુષ્કા શર્મા