આ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મોની કહાની હ્રદય કંપાવી દે તેવી છે

Psychological Thrillers Movies : સાયકોલોજીકલ થ્રિલર મુવી જોવાના શોખીન છો તો આ લિસ્ટ પર એક નજર કરી લો. આ શોર્ટ ફિલ્મો જોઇને તમને મજા પડી જશે.

Psychological Thrillers Movies : સાયકોલોજીકલ થ્રિલર મુવી જોવાના શોખીન છો તો આ લિસ્ટ પર એક નજર કરી લો. આ શોર્ટ ફિલ્મો જોઇને તમને મજા પડી જશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Short Thrillers Movies | Short Thrillers Movies List | Short Thrillers Movies Name | Rushq

સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મોની કહાની હ્રદય કંપાવી દે તેવી છે (Photo Credit IMDB)

જો તમે સાયકોલોજિકલ થ્રિલર શોર્ટ ફિલ્મો જોવાનો શોખ છે તો અમે તમારા માટે તેની યાદી તૈયાર કરી છે. જેમાં તમારા રૂવાંડા ઉભા કરી દે તેવી કહાની સામેલ છે. તો જાણો આ ફિલ્મો વિશે જે તમે ક્યા પ્લેટફોર્મ પર જોઇ શકો છે.

Advertisment

રશ્ક

ભુવન અરોરા, શિશિર શર્મા અને પૂજા ભમરાની 'રશ્ક' એક સાઇકોલિજક થ્રિલર છે. રશ્ક રાજીવ વાલિયાએ ડાયરેક્ટ કરી છે. આમાં એક બિઝનેસમેન બતાવવામાં આવ્યો છે, જેની એની પત્નીની હત્યા માટે ધરપકડ કરવામાં આવે છે. જ્યારે પોલીસ એની પૂછપરછ કરે છે ત્યારે એ ક્યાંક બીજે હોવાનું પ્રુફ આપે છે અને પોલીસ આ કેસ સુલજાવવાનો પ્રયત્ન કરે છે.

કૃતિ

મનોજ વાજપેયી, નેહા શર્મા અને રાધિકા આપ્ટે સ્ટારર કૃતિની શિરીષ કુંદરે ડાયરેક્ટ કરી છે. આ એક સાયકોલોજિકલ મર્ડર મિસ્ટ્રી છે, જે મનોજ વાજપેયીની ભૂમિકા પર ફોકસ છે. આ ફિલ્મનો એન્ડ તમારા રૂવાડા ઉભા કરી દેશે.

રાહ

અર્પૂવ મિશ્રા અને યુસુફ હક્કાની અભિનિત 'રાહ'ની કહાનીમાં એક લિફ્ટ માંગનાર અને બીજો લિફ્ટ આપનર શખ્સની કહાની જોવા મળી છે. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એકને એ વાતની જાણ થાય છે કે બીજો હત્યારો છે. આખરે સુધી તમે એ વાતને લઇને આતુર રહેશો કે આખરે કોણ છે?

Advertisment

ધ સલૂન

ધ સલૂન એક સોલિડ સાઇકોથ્રિલર સીરીઝ છે. ફિલ્મમાં શરૂઆતમાં એક વ્યક્તિ એક સલૂનમાં જાય છે. તે સેવિંગ દરમિઆન દુકાનદાર સાથે દેશ-દુનિયાની વાતો કરે છે. આ દરમિયાન રેડિયોમાં એક એનાઉસમેન્ટ થાય છે જેમાં સિરીયલ કિલર વિશે વાત થાય છે.

વન વુમેન મેન

સુદીપ મંડલેના ડાયરેક્ટશન હેઠળ બનેલી આ શોર્ટ ફિલ્મ એક એવી કહાની છે જે પહેલી પત્નીના મોત પછી બીજી વાર લગ્ન કરે છે. પરંતુ એની રાત નર્ક બની જાય છે કારણકે એને એની પહેલી પત્ની સાથે વાદો કર્યો તો કે વન વુમેન મેન રહેશે. આ વાત એના મગજમાં સતત ફર્યા કરે છે.

આ પણ વાંચો : Siddharth Chopra Engaged : પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થે નીલમ ઉપાધ્યાય સંગ સગાઇ કરી, જુઓ ફોટા

ગુત્થી

ગુત્થી ફિલ્મ પણ તમારે ખાસ જોવી જોઇએ. આ ફિલ્મો તમે યુટ્યુબ અને એમએક્સ પ્લેયર પર જોઇ શકો છો.

celebrities મનોરંજન ન્યૂઝ