Toxic Teaser | યસ ફરી બેડ બોય અવતારમાં ! સ્ટારના બર્થ ડે પર ટોક્સિક ટીઝર રિલીઝ

Toxic Teaser | યસ ની ફિલ્મ ટોક્સિક ઝેરી દવા માફિયાઓ પર હોવાનું કહેવાય છે. ટોક્સિક સિવાય યશ નિતેશ તિવારીની રામાયણમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે. યશ રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત પૌરાણિક ડ્રામાના સહ-નિર્માતા પણ છે.

Toxic Teaser | યસ ની ફિલ્મ ટોક્સિક ઝેરી દવા માફિયાઓ પર હોવાનું કહેવાય છે. ટોક્સિક સિવાય યશ નિતેશ તિવારીની રામાયણમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે. યશ રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત પૌરાણિક ડ્રામાના સહ-નિર્માતા પણ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Toxic Teaser release Yash Birthday special

યસ ફરી બેડ બોય અવતારમાં ! સ્ટારના બર્થ ડે પર ટોક્સિક ટીઝર રિલીઝ

Toxic Teaser | સાઉથ મુવી સ્ટાર યશ (Yash) આજે 8 જાન્યુઆરીએ તેનો 39મો જન્મદિવસ (Birthday) સેલિબ્રેટ કરી રહ્યો છે. KGF 1 અને KGF 2 માં પોતાના શાનદાર અભિનયથી દરેકના દિલમાં ખાસ સ્થાન બનાવનાર યશની આગામી એક્શન ફિલ્મ ટોક્સિક નું ટીઝર (Toxic Teaser) રિલીઝ કરવામાં આવ્યું છે.

Advertisment

ટોક્સિક ટીઝર (Toxic Teaser)

યસ ની બર્થ ડે પર ચાહકોને મોટી ભેટ આપવામાં આવી છે, એક્ટરની અપકમિંગ ફિલ્મ ટોક્સિકનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સ્ટારની ઝલક 'ટોક્સિક' અવતારમાં આપવામાં આવી હતી. ટીઝરમાં એક્ટર ક્લબની અંદર સ્ટાઇલમાં યસ ચાલતો બતાવે છે. અંતે તે એક છોકરીને શેમ્પેનની બોટલ રરેડતા લલચાવતો જોવા મળે છે.

ટીઝરમાં કોઈ ડાયલોગ નથી, માત્ર લંડન સ્થિત સંગીતકાર જેરેમી સ્ટેકનું બેઝ મ્યુઝિક છે. યશ ફિલ્મમાં તેની KGF દાઢીને ટૂંકા વાળ સાથે રાખવાનુજ પસંદ કર્યું છે. તે ફેડોરા કેપ અને સિગાર સાથે સેમી ફોર્મલ આઉટફિટ સ્ટાઈલમાં ચાલતો બતાવ્યો છે. લગભગ સાત વર્ષના ગાળામાં આ ફિલ્મ તેની ત્રીજી રિલીઝ થશે. તેની પ્રથમ KGF ફિલ્મ 2018 માં રીલિઝ થઈ અને ત્યારબાદ 2022 માં તેની સિક્વલ આવી હતી.

https://www.instagram.com/p/DEjeitmot0D/

આ પણ વાંચો: Kiara Advani | કિયારા અડવાણી નું સાઉથ મૂવી ગેમ ચેન્જરમાં ડેબ્યુ, વર્ષ 2025 માં આ પ્રોજેક્ટનો ભાગ બનશે

Advertisment

ટોક્સિક ડિરેક્ટર (Toxic Director)

આ ફિલ્મ અભિનેત્રી ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જેણે અગાઉ મૂથોન અને લાયર્સ ડાઇસ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. મોટા બજેટની આ ફિલ્મ કેવીએન પ્રોડક્શન્સ અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશનના બેનર હેઠળ બની છે.

ટોક્સિક મૂવી રિલીઝ ડેટ (Toxic Movie Release Date)

મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. અગાઉ તે 10 એપ્રિલના રોજ સ્ક્રીન પર આવવાની હતી. જો કે ફિલ્મ વિલંબિત થવાની સંભાવના છે. ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે પણ કોઈ અપડેટ નથી. એવું અનુમાન છે કે અભિનેત્રી કિયારા અડવાણી અને નયનથારા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. નિર્માતાઓ દ્વારા સત્તાવાર રીતે એક માત્ર અભિનેતાના નામની જાહેરાત કરવામાં આવી છે તે અક્ષય ઓબેરોય છે.

યસ ની ફિલ્મ ટોક્સિક ઝેરી દવા માફિયાઓ પર હોવાનું કહેવાય છે. ટોક્સિક સિવાય યશ નિતેશ તિવારીની રામાયણમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે. યશ રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત પૌરાણિક ડ્રામાના સહ-નિર્માતા પણ છે.

celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ સાઉથ મુવી ન્યૂઝ સેલિબ્રિટી બર્થ ડે