Tripti Dimri : તૃપ્તિ ડિમરી । હું એકટિંગનો ‘એ’ પણ જાણતી ન હતી, શૂટિંગ બાદ ઘરે જઈને રડતી

Tripti Dimri : તૃપ્તિ ડિમરી કોમેડી મુવી 'વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો' માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ઉપરાંત, તે ભૂલ ભુલૈયા 3 અને ધડક 2 માં જોવા મળશે.

Written by shivani chauhan
Updated : October 10, 2024 14:42 IST
Tripti Dimri : તૃપ્તિ ડિમરી । હું એકટિંગનો ‘એ’ પણ જાણતી ન હતી, શૂટિંગ બાદ ઘરે જઈને રડતી
તૃપ્તિ ડિમરી । હું એકટિંગઓ 'એ' પણ જાણતી ન હતી, શૂટિંગ બાદ ઘરે જઈને રડતી

Tripti Dimri : તૃપ્તિ ડિમરી(Tripti Dimri) એનિમલ મુવી બાદ જાણીતી અભિનેત્રીઓ સામેલ થઇ ગઈ છે. ધીમે ધીમે એકટ્રેસ તેના અભિનય માટે ઓળખ મેળવી રહી છે. તૃપ્તિ લગભગ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી.તે ઉત્તરાખંડના ગઢવાલની વતની છે, તે રાજ શાંડિલ્યાની કોમેડી ‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો’ માં રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત, તે ભૂલ ભુલૈયા 3 અને ધડક 2 માં જોવા મળશે.

તૃપ્તિ ડિમરી કરિયર (Tripti Dimri Career)

તૃપ્તિએ તાજેતરમાં ધ હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયા સાથેની ચેટ દરમિયાન જણાવ્યું હતું કે શરૂઆતમાં અભિનય માટે કોઈ જુસ્સો ન હતો અને તેણે તેને કરિયર વિકલ્પ ગણ્યો ન હતો. ‘હું માત્ર કંઈક અલગ કરવા માંગતી હતો. હું ભણવામાં એટલી સારી ન હતી. મેં મારા માતા-પિતાને કહ્યું કે હું (મોડેલિંગ) અજમાવીશ,” તેણેએ પણ ઉલ્લેખ કર્યો કે તેના માતા-પિતા શરૂઆતમાં તેના મુંબઈ જવાથી ખૂબ ડરી ગયા હતા, ખાસ કરીને કારણ કે તે એક શરમાળ, અંતર્મુખી વ્યક્તિ હતી જેણે ક્યારેય દિલ્હીની બહાર પગ મૂક્યો ન હતો. તેઓ તેના ઇન્ડસ્ટ્રી અથવા મોડેલિંગમાં પ્રવેશવાના નિર્ણયથી ખુશ ન હતા. તેમ છતાં એકટ્રેસને તે અજમાવવા દીધું કારણ કે પાછળથી પસ્તાવો ન થાય.’

આ પણ વાંચો: Hrithik Roshan | રિતિક રોશન સબા આઝાદ રિલેશનશીપના 3 વર્ષ, સુઝૈન ખાને કપલના ફોટો પર આપી આવી પ્રતિક્રિયા

તૃપ્તિ ડિમરી ડેબ્યુ ફિલ્મ (Tripti Dimri Debut Movie)

એકવાર તેણે મન બનાવી લીધું કે તે ફિલ્મો અને ટીવી સિરિયલો માટે વ્યાપકપણે ઓડિશન આપશે અને અંતે પોસ્ટર બોયઝમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્ષ 2017 આવેલ પોસ્ટર બોયઝમાં તેણે સની દેઓલ , બોબી દેઓલ અને શ્રેયસ તલપડે સાથે અભિનય કર્યો હતો. જો કે, તેને તે અત્યંત મુશ્કેલ લાગ્યું હતું, કારણ કે તેણે ઇન્ડસ્ટ્રીના કોઈપણ શબ્દો અથવા તેના અમુક શબ્દો ખબર ન હતી. એકટ્રેસ કહે છે ‘મને ડીઓપી (ફોટોગ્રાફીના નિર્દેશક) નો અર્થ અથવા પીઓવી (પોઇન્ટ-ઓફ-વ્યુ) શોટ શું છે તે ખબર નહોતી. મેં તેમાં સારું પ્રદર્શન કર્યું ન હતું કારણ કે મને અભિનયની ‘એ’ ખબર નહોતી. તેમ છતાં દેઓલ્સ સાથે કામ કરવાથી માતા-પિતાની ચિંતાઓ હળવી થઇ હતી. આ સમય દરમિયાન જ તેણે અભિનયને વાસ્તવિક તક આપવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: Bigg Boss Season 18 Contestants List : બિગ બોસ 18 માં આટલા સ્પર્ધકો હોઈ શકે, જુઓ લિસ્ટ

તે યાદ કરે છે કે તે શરૂઆતમાં વર્ષ 2018 માં લૈલા મજનુ (Laila Majnu) ના ઓડિશનમાં નિષ્ફળ ગઈ હતી. તૃપ્તિએ કહ્યું કે ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરે પાછળથી તેના માટે તકરાર કરી અને તૃપ્તિને ફરીથી ઓડિશન આપે પરંતુ તે સંપૂર્ણ કાશ્મીરી દેખાવી જોઈએ. આખરે તેણે એકટિંગ કરી હતી.

ત્યારે પણ મને અભિનય આવડતો ન હતો. હું મારા ડાયરેક્ટર સાજિદ અલી અને (સહ કલાકાર) અવિનાશ તિવારી સાથે વર્કશોપમાં બેઠી હોય અને તેઓ અભિનય, બેકસ્ટોરી અને પાત્ર લેખન પર ચર્ચા કરતા. હું ખાલી ત્યાં બેસી રહેતી કંઈપણ જાણતો નથી. હું ઘરે જઈને રડતી, ‘શું હું બધું બરોબર કરી રહી છું?’ તેઓ શું બોલી રહ્યા હતા અથવા તેની ભાષા મને સમજાતી ન હતી.’

એકટ્રેસ હવે કોમેડી મુવી ‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો’ માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ઉપરાંત, તે ભૂલ ભુલૈયા 3 અને ધડક 2 માં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ