Tripti Dimri | તૃપ્તિ ડિમરી રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે? જુઓ વિડીયો

Tripti Dimri | તૃપ્તિ ડીમરી ફિનલેન્ડમાં બરફની મજા લેતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ વીડિયોની સાથે એક કેપ્શન પણ લખ્યું - 'આજે મને લાગે છે કે આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે. બરફ અને ઘણી બધી ખુશી

Written by shivani chauhan
December 31, 2024 07:54 IST
Tripti Dimri | તૃપ્તિ ડિમરી રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે? જુઓ વિડીયો
તૃપ્તિ ડિમરી રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે? જુઓ વિડીયો

Tripti Dimri | તૃપ્તિ ડિમરી (Tripti Dimri) ક્રિસમસ વેકેશન ફિનલેન્ડમાં માણી રહી છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના વેકેશનના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ કેટલાક લોકોએ નોંધ્યું છે કે તે આ વેકેશનમાં એકલી નથી. તાજેતરમાં જ તૃપ્તીએ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, આવો જ એક વીડિયો સેમ મર્જન્ટ (Sam Merchant) ની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ જોવા મળ્યો હતો. આ સાથે જ તૃપ્તિ અને સેમ મર્જન્ટ રિલેશનશિપમાં હોવાની અફવા સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

તૃપ્તિ ડીમરી ફિનલેન્ડમાં ક્રિસમસ વેકેશન (Tripti Dimri Christmas vacation in Finland)

તૃપ્તિ ડીમરી ફિનલેન્ડમાં બરફની મજા લેતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ વીડિયોની સાથે એક કેપ્શન પણ લખ્યું – ‘આજે મને લાગે છે કે આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે. બરફ અને ઘણી બધી ખુશી

તૃપ્તિ ડિમરી સેમ મર્ચન્ટ (Tripti Dimri Sam Merchant)

તૃપ્તિ ડિમરીનો રૂમર્ડ બોય ફ્રેન્ડ સેમ મર્ચન્ટએ પણ એક વીડિયો શેર કર્યો છે જે રીતે તૃપ્તિ બરફ સાથે રમતી જોવા મળી હતી, આવો જ એક વીડિયો સેમ મર્ચન્ટની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ જોવા મળ્યો હતો. તે બરફ સાથે રમતા પણ જોવા મળ્યો હતો અને કોઈ તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. બંને વીડિયોમાં તૃપ્તિ અને સેમ મર્ચન્ટનું લોકેશન એક સરખું જ દેખાય છે.

આ પણ વાંચો: રામ ચરણ મુવી ગેમ ચેન્જર 10 જાન્યુઆરીએ થશે રિલીઝ, જાણો ફિલ્મ વિશે

તૃપ્તિ ડિમરી અને સેમ મર્ચન્ટની ઈન્સ્ટાગ્રામ પર ફિનલેન્ડના અન્ય ઘણા લોકેશનની તસવીરો પણ જોઈ શકાય છે. બંનેએ આવા જ ફોટા ક્લિક કર્યા છે અને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે. પરંતુ બંને એક બીજાના વીડિયો અને ફોટામાં દેખાતા નથી. આ રીતે ક્યાંક ને ક્યાંક તૃપ્તિ અને સેમ મર્ચન્ટ પોતાના સંબંધોને દુનિયાથી છુપાવવા માંગે છે.

તૃપ્તિ ડિમરી મુવીઝ (Tripti Dimri Movies)

તૃપ્તિ ડિમરી આવતા વર્ષે તૃપ્તિ ડિમરી ફિલ્મ ‘ધડક 2’માં જોવા મળશે. વર્ષ 2024માં પણ તૃપ્તિની કારકિર્દીનો ગ્રાફ શાનદાર રહ્યો છે. આ વર્ષે તેની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી, ‘બેડ ન્યૂઝ’, ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ અને ‘ભૂલ ભૂલૈયા 3’. ત્રણેય ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો. આ ઉપરાંત તૃપ્તિ પણ આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રીની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ