તૃપ્તિ ડિમરી (Tripti Dimri) ટૂંક સમયમાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટ (Spirit) માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) ને કાસ્ટ કરવાની હતી. આ પહેલા તૃપ્તિ ડિમરીએ સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે પોતાની ફિટનેસ અને ડાયટ બતાવી છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરી તેનો વીકેન્ડ કેવો રહ્યો તે જણાવ્યું છે,
તૃપ્તિ ડિમરી ફિટનેસ (Tripti Dimri Fitness)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં, તે મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેના ટોન્ડ એબ્સ દેખાય છે. એક તસવીરમાં, સ્વચ્છ થાળીમાં પૌષ્ટિક ખોરાક રાખવામાં આવ્યો છે. તેમાં ભીંડા સાથે રાજમા રાઈસ છે. બીજી તસવીરમાં ઘરે બનાવેલી વર્મીસેલી છે.
આ તસવીરો જોઈને એવું લાગે છે કે તૃપ્તિ ડીમરી ફક્ત ઘરે બનાવેલ ફૂડ જ ખાય છે. એક તસવીરમાં એક સુંદર બિલાડી પણ લૉનમાં આરામ કરતી જોવા મળી રહી છે. તૃપ્તિનું શારીરિક પરિવર્તન અને શિસ્ત દર્શાવે છે કે તેણે તાજેતરમાં જે સિદ્ધિ મેળવી છે તેની પાછળ તેની સખત મહેનત છે.
તૃપ્તિ ડીમરી સ્પિરિટ મુવીમાં દીપિકા પાદુકોણની જગ્યા લીધી
દીપિકા પાદુકોણે એક રિપોર્ટ અનુસાર, ‘સ્પિરિટ’ના 35 દિવસના શૂટિંગ માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત તેણીએ તેલુગુ સંવાદો બોલવામાં અનિચ્છા વ્યક્ત કરી હતી. એવું પણ કહેવાય છે કે ફિલ્મનો પ્લોટ દીપિકા દ્વારા લીક કરવામાં આવ્યો હતો, જેના કારણે ફિલ્મ નિર્માતા દીપિકાથી નારાજ હતા, તેથી તેણીએ ફિલ્મ છોડી દેવી પડી હતી. ફિલ્મના દિગ્દર્શકે દીપિકાનું નામ લીધા વિના, તેમનો વિશ્વાસ તોડવા બદલ તેની આકરી ટીકા કરી હતી.