Dhadak 2 Poster Release | તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ધડક 2 ટ્રેલર (Dhadak 2 Trailer) ટૂંક સમયમાં આવી રહ્યું છે. ફિલ્મના નિર્માતાઓએ બુધવારે આની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન શાઝિયા ઇકબાલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2018 માં આવેલી ફિલ્મ ‘ધડક’ ની રિમેક છે. આ ફિલ્મ શાઝિયા ઇકબાલે રાહુલ બડવલેકર સાથે મળીને લખી છે.
ધડક 2 પોસ્ટર રિલીઝ (Dhadak 2 Poster Release)
તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદી નવી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે, આ સાથે મુવી નિર્માતાઓએ ધડક 2 નું ટ્રેલર 11 જુલાઈએ રિલીઝ થશે. તેવી જાહેરાત પણ કરી છે, રિલીઝ કરેલ પોસ્ટર પર લખ્યું છે ‘જો તમારે લડવું અને મરવું વચ્ચે પસંદગી કરવી પડે તો લડો.’ આ પછી લખ્યું છે કે ટ્રેલર આ શુક્રવારે આવશે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ તારીખનો પણ ઉલ્લેખ છે. આ ફિલ્મ 1 ઓગસ્ટ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોસ્ટર શેર કરતી વખતે, ફિલ્મ નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું છે ‘દો દિલ એક ધડક’.
ઈશાન ખટ્ટરની ધડક ની રીમેક
ધડક 2 ફિલ્મ 2018માં રિલીઝ થયેલી ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’ની રિમેક છે. જે 2016માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની સિક્વલ હતી. તેનું દિગ્દર્શન નાગરાજ મંજુલેએ કર્યું હતું. એવું કહેવાય છે કે તાજેતરમાં ‘ધડક 2’ ને 16 કટ પછી UA સર્ટિફિકેટ મળ્યું છે.
ધડક 2 રિલીઝ ડેટ (Dhadak 2 release date)
આ ફિલ્મ નવેમ્બર 2024 માં રિલીઝ થવાની હતી. ત્યારબાદ, તે માર્ચ 2025 માં રિલીઝ થવાની હતી. જોકે, તે પછી પણ તે રિલીઝ થઈ શકી નહીં. હવે તે 1 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થવાની છે.
સિદ્ધાંત ચતુર્વેદી મુવીઝ
‘ધડક 2’ સિવાય સિદ્ધાંત ચતુર્વેદી ‘દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી અને જયા બચ્ચન જોવા મળશે. તે ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીના એક પ્રોજેક્ટમાં જોવા મળવાનો છે. તેના વિશે વધુ માહિતી નથી.
તૃપ્તિ ડીમરી મુવીઝ
તૃપ્તિ ડીમરી રણબીર કપૂરની એનિમલ મૂવીથી ફેમસ થઇ હતી, ત્યારબાદ તે તાજતેરમાં વિકી વિદ્યા કે વો વાલા વિડીયોમાં જોવા મળી હતી. હવે તે અપકમિંગ મુવી ધડક 2 માં જોવા મળશે જે પહેલી ઓગસ્ટ રિલીઝ થવાની છે.