બોલિવૂડના સિતારા રણબીર કપૂર અને ચૂલબુલી અભિનેત્રી શ્ર્દ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘તુ જુઠી મેં મકાર’ લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતો લોકોને પસંદ પડી રહ્યા છે.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જુઠી મેં મક્કાર’ની રિલીઝ તારીખ 8 માર્ચ છે. આ દિવસો હોળી-ધૂળેટીના છે. તેથી નિર્માતા-દિગ્દર્શક આ તહેવારનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેવાનો વિચાર કરી રહ્યા છે. પરિણામે આ ફિલ્મને અગાઉથી નક્કી કરેલા દિવસ કરતાં એક દિવસ પહેલા રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ ફિલ્મની રિલીઝ તારીખના બદલાવ વિશે સૂત્રે જણાવ્યું હતું કે,’તુ જુઠી મેં મક્કાર’ ફિલ્મ હોળી પછી 8 માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ કરવાની યોજના છે. પરંતુ હવે ફિલ્મસર્જક આ ફિલ્મને એક દિવસ અગાઉ એટલે કે 7 માર્ચ, મંગળવારના રોજ રિલીઝ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, 7 માર્ચે હોળીની રજા હોવાથી ફિલ્મસર્જકને આનો પૂરો ફાયદો ઉઠાવી લેવો છે. રજા હોવાથી દર્શકોની સંખ્યા ફિલ્મ જોવા માટે વધુ આવે તેવી આશા ફિલ્મના નિર્માતા -દિગ્દર્શક કરી રહ્યા છે. વધુમાં સુત્રએ જણાવ્યું હતુ કે, આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
લવ રંજનની આ ફિલ્મમાં બંને કલાકાર લવ અને કોમેડીનો તડકો લગાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર મસ્તીથી ભરપૂર જોવા મળી રહ્યું છે. રણબીર અને શ્રદ્ધા બંને પોતાની ભૂમિકામાં જામી રહ્યા છે. બંનેનો મસ્તીખોર અંદાજ બતાવી રહ્યો છે કે ફિલ્મમાં ખૂબ જ ફન છે. ત્યારે ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ પણ છે અને તે બોની કપૂર છે. ફિલ્મ મેકર બોની કપૂર પ્રથમ વખત આ ફિલ્મના માધ્યમથી અભિનયની શરૂઆત કરી રહ્યા છે.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર માટે આ ફિલ્મ અનેક રીતે મહત્વની છે. આ પ્રથમ તક છે જ્યારે બંને ફિલ્મી પડદે સાથે જોવા મળશે. જો કે બંને કલાકાર બાળપણથી એકબીજાને ઓળખે છે. બંનેની વચ્ચે સારી બોન્ડિંગ છે જે ટ્રેલરમાં જોવા મળી રહી છે. બંનેના પિતા ઋષિ અને શક્તિ કપૂર પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આવામાં ચાહકો માટે આ સ્ટાર કિડસને સાથે જોવું ખૂબ જ ખાસ હશે.
આ પણ વાંચો: રાની મુખર્જીની લેટેસ્ટ ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ પાછળની શું છે સત્ય ઘટના?
રાહુલ મોદી અને લવ રંજને આ ફિલ્મને સાથે લખી છે. આ અગાઉ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ લાવી ચૂક્યા છે. આવામાં દર્શકોને આ ફિલ્મ સાથે ઘણી આશાઓ છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મ 8 માર્ચના રોજ રિલીઝ થશે.