ટેલીવિઝન એક્ટ્રેસ તુનિશા શર્માના આત્મહત્યાના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.ના આપધાતના સમાચારે ફેન્સને શોકમાં મૂકી દીધા છે. ટીવી સીરિયલ ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં ઝારા અને ‘ઇન્ટરનેટવાલા લવ’માં આધ્યા શર્માનો રોલ પ્લે કરનારી એક્ટ્રેના મોતના સમાચારથી ફેન્સ દંગ રહી ગયા છે.
હાલ પોલીસે આ મામલે તપાસ આરંભી છે. તપાસ દરમિયાન પોલીસના દાવા અનુસાર તેમને કોઇ સુસાઇટ મળી નથી. પરંતુ તુનિશાની માતાએ તેના કો-એક્ટર શીજાન પર તેની દીકરીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. જેના આઘારે પોલીસે શીજાનની ધરપકડ કરી લીધી છે. જે બાદ શીજાનને મુંબઇની વસઇ કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટના આદેશને પગલે તે 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે અને તેની પૂછપરછ કરવામાં આવશે.
એસીપી ચંદ્રાકાંત જાધવએ જણાવ્યું કે, તુનિશા શર્મા અને શીજાન ખાન વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે 15 દિવસ પહેલા તેમનું બ્રેકઅપ થઇ ગયું હતુ. જે બાદ તુનિશાએ તેના શોના સેટ પર આપધાત કરી લીધો. ત્યારે હવે આ મામલે બીજેપી નેતા રામ કદનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, એક્ટ્રેસના પરિવારને ન્યાય મળશે. જો આ મામલો લવ જેહાદનો હશે તો ઉંડી તપાસ થશે, આ પાછળ કોઇ સંગઠન કે વ્યક્તિ હશે તો તેને શોધી કઢાશે.
આટલી નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવનારી તુનિશાને અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં શહેજાદી મરિયમના રોલથી પોપ્યુલારિટી મળી હતી. 4 જાન્યુઆરી 2002ના રોજ ચંદીગઢમાં જન્મેલી તુનિષાને બાળપણથી જ એક્ટિંગનો જબરો શોખ હતો. પોતાના બર્થ ડેના થોડા દિવસ પહેલા જ આટલુ મોટુ પગલુ ભરીને પોતાના પરિવાર અને ફેન્સને ઝટકો આપ્યો છે.
ફક્ત 14 વર્ષની ઉંમરમાં ‘ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતામ’માં રાજકુમારી ચંદકંવરની ભૂમિકા ભજવવાનો તેને મોકો મળ્યો હતો. તુનિશાએ ચક્રવર્તી અશોક સમ્રાટ સીરિયલમાં રાજકુમારી અહંકારાની ભુમિકા ભજવી હતી.