આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. સહિતની સેલિબ્રિટીઓની ટીક દૂર કરી દેવામાં આવ્યા હતા.જો કે તે પછી દસ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવનાર સેલિબ્રિટીની બ્લૂ ટીક ટ્વિટર દ્વારા સ્વંય રિસ્ટોર કરી દેવામાં આવી હતી. આ ખેલમાં અમિતાભે પેઈડ બ્લૂ ટીક માટે એડવાન્સ પૈસા ભરી દેતાં હવે તેને પોતાના પૈસા હજમ થઈ ગયા કે શું તેવી ચિંતા સતાવી રહી છે. તેઓ એલન મસ્કથી નારાજ છે. આ નારાજગીના કારણે તેમણે ટ્વિટર પર એક એવી ટ્વિટ કરી છે જે ફરીથી વાયરલ થવા લાગી છે.
અમિતાભ બચ્ચનની ટ્વિટરથી નારાજગી એટલા માટે છે કે હવે એમ જાહેર કરવામાં આવ્યું છે કે જે ટ્વિટર યુઝર્સના એક મિલિયન એટલે કે દસ લાખથી વધુ ફોલોવર્સ હશે તેમને બ્લુટિક ફ્રી મળશે. તેવામાં અમિતાભ બચ્ચનને પોતાના લેટેસ્ટ ટ્વીટમાં આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ભોજપુરી સ્ટાઇલમાં એલન મસ્ક પર નિશાન સાધ્યું છે.
બિગ બીએ સમગ્ર ઉથલપાથલ અંગે ટ્વીટ કર્યું છે કે, એ એ ટ્વિટર મૌસી, ચાચી, બહની તાઇ, બુઆ…ઝોઆ ભરકે ત નામ હૈ તુમ્હારે. પૈસે ભરવા લિયો હમાર, મીલ કમલ ખાતિર, ્બ કહત હો જેકર એક મિલિયન ફોલોઓર હૈ ઉનકો નીલ કમર ફ્રી મેં, તો હમાર તો ૪૮.૪ મિલિયન હૈ, અબ ?? ખેલ ખતમ પૈસા હજમ ? અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર તેમના ફેન્સ પણ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,અનેક સેલિબ્રિટીઓએ પૈસા ન ભર્યા હોવા છતાં આપોઆપ તેમનું બ્લૂ ટીક રિસ્ટોર થયું છે. સંખ્યાબંધ સેલિબ્રિટીઓએ પોતે કોઈ પૈસા ભર્યા નથી તેવું તેમની પ્રોફાઈલ પર ક્લિયર કર્યું હતું.
મહત્વનું છે કે ટ્વિટર એ થોડા સમય પહેલાં જાહેર કર્યું હતું કે બ્લુ ટિક સબસ્ક્રિપ્શન માટે ચાર્જ ભરવો પડશે. જેના માટે 650 રૂપિયા દર મહિને ચાર્જ ભરવો પડશે. જો યુઝર એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ છે તો તેને 6,800 નો પ્લાન ખરીદવો પડશે. આ ચાર્જ એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે અલગ અલગ છે. આઈ ઓ એસ યુ સર સે વર્ષે 9400 અને દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે.