/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Udaipur-Files-controversy-delhi-hight-court-allows-movie-release.jpg)
Udaipur Files controversy delhi hight court allows movie release
Udaipur Files | ઉદયપુર ફાઇલ્સ (Udaipur Files) મુવી શરૂઆતથી જ વિવાદમાં છે. આ ફિલ્મ 11 જુલાઈએ રિલીઝ થવાની હતી. પરંતુ કેટલાક ધાર્મિક સંગઠનો તેની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા. મામલો કોર્ટમાં હોવાથી ફિલ્મની રિલીઝ મુલતવી રહી હતી અને મુવી રિલીઝ 27 જૂને થવાની હતી. હવે આ ફિલ્મ આજે એટલે કે 8 ઓગસ્ટે રિલીઝ થશે.
ઉદયપુર ફાઇલ્સને માહિતી અને પ્રસારણ મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે. હવે દિલ્હી હાઇકોર્ટે પણ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે.
ઉદયપુર ફાઇલ્સ વિવાદ (Udaipur Files controversy)
ઉદયપુર ફાઇલ્સની રિલીઝ પહેલા કન્હૈયા લાલ હત્યા કેસના આરોપી મોહમ્મદ જાવેદે ફિલ્મની રિલીઝ પર સ્ટે માંગતી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દિલ્હી હાઇકોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સ્ટે માંગતી અરજીને ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજદાર સમગ્ર મામલો પોતાના પક્ષમાં સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.
ઉદયપુર ફાઇલ્સ મુવી રિલીઝ પર સ્ટે મુકવાના વાત નકારતા કોર્ટે વધુમાં કહ્યું કે, 'ફિલ્મ નિર્માતાએ પોતાના આખા જીવનની કમાણી આના પર ખર્ચી નાખી છે. જો ફિલ્મ રિલીઝ નહીં થાય તો તેમને મુશ્કેલી પડશે. એકવાર સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ પાસ થઈ જાય પછી રિલીઝ પર અસર કરવી શક્ય નથી. આવી સ્થિતિમાં કોર્ટ પણ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકી શકતી નથી.
ઉદયપુર ફાઇલ્સ ટ્રેલર (Udaipur Files Trailer)
કેનેડામાં કપિલ શર્માના Kaps Cafe માં બીજી વખત ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
અંતે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝને મંજૂરી આપતા કોર્ટે કહ્યું કે તેનાથી કોઈ નુકસાન થશે નહીં. બુધવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી છે જેનાથી તેની રિલીઝનો માર્ગ મોકળો થયો હતો.
ઉદયપુર ફાઇલ્સ મુવી નિર્માતાઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ કહ્યું, 'આ ફિલ્મ 8 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. નિર્માતાએ આ ફિલ્મ બનાવવામાં પોતાની જીવનભરની કમાણીનું રોકાણ કર્યું છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં આરોપીનું નામ અને તેની ભૂમિકાનો ક્યાંય ઉલ્લેખ નથી.'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us