Ulajh Box Office Collection Day 1 : જાહ્નવી કપૂરની ફિલ્મ ઉલજ થિયેટર પર ધૂમ મચાવી રહી છે? પહેલા દિવસે આટલી કરી કમાણી

Ulajh Box Office Collection Day 1 : 2018 માં તેની કારકિર્દી (Janhvi Kapoor career) શરૂ થઈ ત્યારથી થિયેટરોમાં જાન્હવીની ઉલજ પાંચમી ફિલ્મ છે અને મિસ્ટર અને મિસિસ માહી પછી આ વર્ષે તેની બીજી થિયેટર રિલીઝ છે.

Written by shivani chauhan
August 03, 2024 10:44 IST
Ulajh Box Office Collection Day 1 : જાહ્નવી કપૂરની ફિલ્મ ઉલજ થિયેટર પર ધૂમ મચાવી રહી છે? પહેલા દિવસે આટલી કરી કમાણી
Ulajh Box Office Collection Day 1 : જાહ્નવી કપૂરની ફિલ્મની ઉલજ થિયેટર પર ધૂમ મચાવી રહી છે? પહેલા દિવસે આટલી કરી કમાણી (Janhvi Kapoor/Instagram)

Ulajh Box Office Collection Day 1 : જાન્હવી કપૂર (Janhvi Kapoor) ની સ્પાય થ્રિલર ફિલ્મ ઉલજમાં અનુભવી કલાકારો રોશન મેથ્યુ સાથે ગુલશન દેવિયા મુખ્ય ભૂમિકામાં છે. 2 ઓગસ્ટ 2024 શુક્રવારેના રોજ થિયેટરમાં રિલીઝ થઇ છે. રિલીઝના પહેલા દિવસે મુવી બોક્સ ઓફિસ પર સારો કમાલ કરી શકી નથી. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર ફિલ્મ તેના પ્રથમ દિવસે અપેક્ષા જેટલી કમાણી કરી શકી નથી. અહીં જાણો

જાન્હવી કપૂર મુવીઝ (Janhvi Kapoor Movies)

2018 માં તેની કારકિર્દી (Janhvi Kapoor career) શરૂ થઈ ત્યારથી થિયેટરોમાં જાન્હવીની આ પાંચમી ફિલ્મ છે અને મિસ્ટર અને મિસિસ માહી પછી આ વર્ષે તેની બીજી થિયેટર રિલીઝ છે. થિયેટર્સમાં તેની સૌથી ફ્લોપ ફિલ્મ મિલી હતી જેણે તેના પ્રથમ દિવસે માત્ર 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. મિસ્ટર અને મિસિસ માહી જે ધર્મા પ્રોડક્શન્સની મુવી છે જેમાં જાન્હવી સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મે શરૂઆતના દિવસે ₹ 7 કરોડ ની કમાણી કરી હતી. જુઓ મુવી ટ્રેલર

આ પણ વાંચો: Khel Khel Mein Trailer : અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં ટ્રેલર રિલીઝ,15 ઓગસ્ટએ આવશે થીયેટરમાં

ઉલજ મુવી (Ulajh Movie)

ઉલજના રિલીઝના પહેલા દિવસે ફિલ્મનો એકંદરે 18 ટકાનો કબજો હતો અને લગભગ 20.78 ટકા લોકોએ તેનો નાઇટ શોમાં જોઈ હતી. મુંબઈમાં , જ્યાં 293 શો હતા, ત્યાં ઓક્યુપન્સી 13.75 ટકા જોવા મળી હતી. દિલ્હી અને એનસીઆરમાં 343 શો સાથે ઓક્યુપન્સી 11.75 ટકા હતી. ઉલજને ઓછા શો મળ્યા કારણ કે તે અજય દેવગણ અને તબુની ઓરોં મેં કહાં દમ થા સાથે ટકરાઈ હતી, જેણે માત્ર ₹ 2 કરોડની કમાણી કરી હતી. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર ફિલ્મ તેના પ્રથમ દિવસે માત્ર ₹ 1.1 કરોડનું કલેક્શન કરી શકી હતી.ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર ફિલ્મ ઉલજએ તેના પ્રથમ દિવસે માત્ર ₹ 1.1 કરોડનું કલેક્શન કરી શકી હતી.

ઉલજ ટ્રેલર (Ulajh Trailer)

ડેડપૂલ અને વોલ્વરાઇન બન્ને ફિલ્મો ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અને તેના બીજા વિકેન્ડમાં સફળતાપૂર્વક ચાલી રહી છે જેથી ઉલજ સ્પર્ધાનો સામનો કરી રહી છે. તેના બીજા શુક્રવારે, ડેડપૂલ અને વોલ્વરાઈને ₹4.25 કરોડની કમાણી કરી હતી જે ઉલાજ અને ઓરોં મેં કહાં દમ થાના સંયુક્ત કરતાં વધુ હતી.

આ પણ વાંચો: Vedaa Trailer: વેદા મૂવીનું ધાંસુ ટ્રેલર લોન્ચ, જોન અબ્રાહમ રક્ષક બની એક્શન કરશે, જાણો ફિલ્મ રિલીઝ ક્યારે થશે

ઉલજ મૂવી જોનારાઓમાં પૂરતી ધૂમ મચાવી શકી નથી જે ચોક્કસપણે વિકેન્ડના તેના કલેશનને અસર કરશે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, ઉલજની ટિકિટ વિન્ડો પર પ્રી-સેલ્સનું ઓછું પ્રદર્શન કર્યું છે. જાન્હવી કપૂરની આગેવાની હેઠળની થ્રિલરે ટોચની 3 રાષ્ટ્રીય ચેઇનમાં 750 થી ઓછી ટિકિટો વેચી હોવાનું કહેવાય છે. પ્રકાશનના અન્ય રિપોર્ટ માં જણાવાયું છે કે ફિલ્મ સપ્તાહના અંતે ₹ 3 કરોડનો આંકડો પાર કરવા માટે સંઘર્ષ કરશે.

હિન્દી સિનેમામાં પ્રથમ સ્થાને ઘણી સ્ત્રીઓની આગેવાનીવાળી ફિલ્મો નથી અને ઉલાજનું પ્રદર્શન 2023માં રિલીઝ થયેલી કંગના રનૌત અભિનીત ફિલ્મ તેજસની બરાબરી પર છે. કંગનાની ફિલ્મે તેના શરૂઆતના દિવસે ₹ 1.2 કરોડની કમાણી કરી હતી અને આ થિયેરિટિકલ રન દરમિયાન ₹ 4.1 કરોડની કમાણી કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ