/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/upcoming-movies-.jpg)
Upcoming Movies : એપ્રિલ 2024 આ શાનદાર મુવીઓ રિલીઝ થઇ રહી છે
Upcoming Movie April 2024 : એપ્રિલ મહિનો તમારા માટે બેહદ રોમાચિંત અને મનોરંજનથી ભરપૂર છે. આ મહિનામાં ઘણી શાનદાર હિંદી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ત્યારે જાણો તે ફિલ્મોના નામ અને રિલીઝ ડેટ.
બડે મિયા છોટે મિયા (Bade Miyan Chote Miyan)
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ 'બડે મિયા છોટે મિયા'10 એપ્રિલના રોજ ઇદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ એક્શન ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ મોતને માત આપતા સ્ટંટ કરતા જોવા મળે છે. અક્ષય અને ટાઇગર બડે મિયા છોટે મિયા મુવીમાં સૈનિકની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં માનુષી છિલ્લર અને અલાયા પણ સામેલ છે.
મેદાન (Maidaan)
અજય દેવગણ સ્ટારર મેદાન પણ ઇદના અવસર પર એટલે કે 10 એપ્રિલના રોજ રિલીઝ થશે. મેદાન મુવીમાં અજય દેવગણ એક ફૂટબોલ કોચની ભૂમિકામાં નજર આવશે. બોની કપૂરની ફિલ્મ મેદાન ફૂટબોલના મહારથી સૈયદ અબ્દૂલ રહીમના જીવન પર આધારિત છે. જેણે ફૂટબોલમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૈરવની ક્ષણ પ્રદાન કરી હતી.
અમર સિંહ ચમકીલા (Amar Singh Chamkila)
ઇમ્તિયાઝ અલીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ અમર સિંહ ચમકીલા કહાની દિલચસ્પ છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અને દિલજીત દોસાંજ લીડ રોલમાં છે. પરિણીતી પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત બાયોપિકમાં અમરજોતની ભૂમિકામાં છે. અમર સિંહ ચમકીલા મુવી 80ના દાયકાના લોકપ્રિય પંજાબી સિંગર હતા. વર્ષ 1988માં તેમની અને તેની પત્ની અમરજોતની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. અમર સિંહ ચમકીલા મુવી 12 એપ્રિલના રોજ નેટફલિક્સ પર સ્ટ્રીમ થશે.
ફેમિલી સ્ટાર (Family Star)
રોમાટિંક અને કોમેડિના તડકાથી ભરપૂર ફિલ્મ ફેમિલી સ્ટારમાં વિજય દેવરકોંડા અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. આ સ્ટાર પહેલી વાર સાથે સ્ક્રિન ધમાલ મચાવશે. આ સિવાય ફિલ્મમાં અભિનય, વાસુકી, રોહિણી હટ્ટંગડી અને રવિ બાબૂ સહિત કલાકારો છે. ફેમિલી સ્ટાર મુવીમાં રશ્મિકા મંદાના પણ જોવા મળશે. ફેમિલી સ્ટાર ફિલ્મ 5 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મિસ્ટર એન્ડ મિસેજ માહી (Mr and Mrs Mahi)
જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ અભિનિચ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેજ માહી એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. જે 19 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ નિર્દેશક શરણ શર્માના માર્ગદર્શન હેઠળ બનેલી છે.
અરનમનઇ 4 (Aranmanai)
સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયા સ્ટારર તમિલ હોરર ફિલ્મ અરનરમઇ સુંદર સીએ લખી અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તમન્ના સિવાય, રાશિ ખન્ના, સંતોષ પ્રતાપ, રામચંદ્ર રાજૂ, કોવઇ સરલા, યોગી બાબૂ, કેએસ અને રવિ કુમાર, જયપ્રકાશ વગેરે સામેલ છે.
દો ઔર દૌ પ્યાર (Do Aur Do Pyaar)
દો ઔર દૌ પ્યાર ફિલ્મમાં બોલિવૂડની મશહૂર અભિનેત્રી વિધ્યા બાલન અને ઇલિયાના ડિુક્રુઝ છે. આ સિવાય ગુજરાતી સ્ટાર પ્રતિક ગાંધી પણ આ ફિલ્મમાં જોવા મળશે. દો ઔર દૌ પ્યાર 19 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
લવ સેક્સ ઔર ધોખા 2 (Love Sex Aur Dokha)
લવ સેક્સ ઔર ધોખા 2 બાલાજી મોશન પિકચર્સ હેઠળ બનેલી છે. દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત લવ સેક્સ ઔર ધોખા મુવી 19 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.
મંકી મેન (Monkey Man)
અભિનેતા દેવ પટેલ નિર્દેશિત હેઠળ બનેલી પહેલી ફિલ્મ મંકી મેન ભગવાન હનુમાનની કથાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં શોભિતા ધૂલિપાલા, વિપિન શર્મા, અશ્વિની કાલસેકર, અદિતિ કાલકુંટે, સિકંદર ખેર, પિતોબશ, મકરંદ દેશપાંડે અને શાલ્ટો કોપલ નજર આવશે. મંકી મેન મુવી 5 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
રૂસ્લાન (Ruslaan)
એક્શન થ્રિલર ફિલ્મ રૂસ્લાનમાં સલમાન ખાનના જિજાજી આયુષ શર્મા અને સુશ્રી મિશ્રા છે. આ ફિલ્મમાં આયુષ શર્મા સાથે અભિનેતા જગપતિ બાબૂ મૂખ્ય ભૂમિકામાં નજર આવશે.
જહાંગીર નેશનલ યુનિવર્સિટી (Jahangir National University)
જહાંગીર નેશનલ યુનિવર્સિટી ફિલ્મમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને પિયૂષ મિશ્રા, રવિ કિશન, વિજય રાજ, રશ્મી દેસાઇ, અતુલ પાંડે અને સોનાલી સહગલ સામેલ છે. Jnuના લેખક વિનય શર્મા છે, તેણે જ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ પણ 5 એપ્રિલના રોજ રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us