/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/urfi-javed-.jpg)
Urfi Javed : ઉર્ફી જાવેદની નાના-નાના કપડા પહેરવાને પગલે ધરપકડ
Urfi Javed : ઉર્ફી જાવેદ ઘણીવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના નવા અતરંગી અવતાર રજૂ કરે છે. પરંતુ આ દરમિયાન ઉર્ફીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ તેને પોતાની સાથે લઈ જઈ રહી છે. જેમાં ઉર્ફી જાવેદ એક કેફેમાં છે. જ્યાં બે મહિલા પોલીસકર્મીઓ ત્યાં પહોંચીને ઉર્ફીને સાથે આવવા કહેતી જોવા મળે છે.
વીડિયોમાં આગળ, ઉર્ફી પૂછે છે કે તેણે શું કર્યું. જેના જવાબમાં મહિલા પોલીસ કહે છે કે તેને આવા નાના કપડા પહેરતા અટકાવવા તમારે અમારી સાથે આવવું પડશે. પોતાનો બચાવ કરતી વખતે ઉર્ફી કહે છે કે તે જે ઇચ્છે તે પહેરી શકે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, બંને મહિલા પોલીસકર્મીઓ ઉર્ફીને કાળી કારમાં બેસાડી પોતાની સાથે લઈ જાય છે. આ વીડિયો જોયા પછી એક્ટ્રેસના ફેન્સ એકદમ ચોંકી ગયા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ દ્વારા પોલીસને સપોર્ટ કરતા જોવા મળે છે.
યુઝર મીના ઠાકુરે કોમેન્ટમાં લખ્યું કે, મુંબઈ પોલીસને સલામ છે, તેને થોડા દિવસ જેલમાં રાખો.જ્યારે કેટલાક યુઝર્સનું કહેવું છે કે પોલીસે યોગ્ય કાર્યવાહી કરી છે.એક તરફ ઉર્ફીની ધરપકડના સમાચાર ચારે તરફ ફેલાઈ રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર ડ્રામા છે. જ્યારે યુઝર્સ આને ઉર્ફીનો નવો ડ્રામા માની રહ્યા છે, ત્યારે બંને મહિલા પોલીસ પણ નકલી લાગી રહી છે. આ સિવાય યુઝર્સનું એમ પણ કહેવું છે કે જે કારમાં તેમને લઈ જવામાં આવ્યા હતા તે પોલીસની જ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us