Urvashi Rautela Bathroom Video Leaked: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો એક પ્રાઇવેટ બાથરૂમ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં અભિનેત્રી બાથરૂમમાં કપડા બદલતી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં પ્રાઇવેટ વીડિયો વાયરલ થતા હંગામો મચ્યો છે.
ઉર્વશી રૌતેલા બાથરૂમ વીડિયો લીક (Urvashi Rautela Bathroom Video Leaked)
સની દેઓલ સાથે સિંહ સાહેબ ધ ગ્રેટ જેવી ફિલ્મથી અભિનયની દુનિયામાં પગ મૂકનાર અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફિલ્મોની સાથે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આવામાં ક્યારેક પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે તો ક્યારેક પર્સનલ લાઇફના કારણે તે હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં હવે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. વાયરલ વીડિયો એક્ટ્રેસનો એક બાથરૂમ વીડિયો છે, જેને તેનો પ્રાઇવેટ વીડિયો ગણાવવામાં આવી રહ્યો છે. સાથે જ લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ કહી રહ્યા છે.
પ્રોફેશનલ લાઇફ ઉપરાંત પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેલી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાના લીક થયેલા બાથરૂમ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેનો બાથરૂમ લીક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આવામાં જોઈ શકાય છે કે અભિનેત્રી કપડા બદલતી જોવા મળી રહી છે. જો કે તેનો આ વીડિયો જોઇને સરળતાથી અંદાજો લગાવી શકાય છે કે આ માત્ર પીઆર સ્ટંટ છે બીજું કંઇ નહીં.
ઉર્વશી રૌતેલા ટ્રોલર્સના નિશાના પર
બીજી બાજુ, ઉર્વશી રૌતેલાનો પ્રાઇવેટ વીડિયો સામે આવ્યા પછી, લોકોએ તેની ક્લાસ લગાવી દીધી છે. એક યુઝરે ભડાસ કાઢતા લખ્યું, ‘સસ્તો પ્રમોશનલ સ્ટંટ છે. બીજાએ લખ્યું, ‘પબ્લિસિટી માટે કંઈ પણ કરશે.’ ત્રીજાએ લખ્યું, “મંગળસૂત્ર ગળામાં પહેર્યું છે, માત્ર એક ફિલ્મનું સન છે. તો અન્ય એક યુઝર્સે લખ્યું, ધ્યાન ખેંચવા માટે કંઇક અલગ સ્ટંટ ટ્રાઇ કરો. તેવી જ રીતે લોકો આ બાબતે આકરી ટિપ્પણી કરી રહ્યા છે.
આ પણ વાંચો | ચંદ્રિકા દીક્ષિત બિગ બોસ માંથી બહાર આવ્યા બાદ ફરી વડાપાવ વેચશે? વિશાલ પાંડે પર ભડાશ કાઢી
શું છે વાયરલ વીડિયોનું સત્ય?
હવે ઉર્વશી રૌતેલાના લીક થયેલા બાથરૂમ વીડિયોની સત્યતાની વાત કરીએ તો આ વીડિયો અસલી નથી. વાસ્તવમાં તેની તાજેતરની ફિલ્મને ‘જહાંગીર નેશનલ યુનિવર્સિટી (જેએનયુ)’ તરીકે વર્ણવવામાં આવી રહી છે. વીડિયોમાં કોમેન્ટ કરીને તમામ ફેન્સ આ વાતનો દાવો કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક ફેન્સ દાવો કરી રહ્યા છે કે આ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી 3નો છે. આ પહેલીવાર નથી જ્યારે ઉર્વશી રૌતેલા એ હેડલાઇનમાં ચમકવા માટે આવા સ્ટંટ કર્યા હોય. આ પહેલા પણ તે અનેક વખત અલગ-અલગ ટ્રીક અપનાવી ચૂકી છે.





