Vaani Kapoor : વાણી કપૂર (Vaani Kapoor) બોલીવુડની જાણીતી એકટ્રેસ છે. તાજતેરમાં એકટ્રેસ અક્ષય કુમાર, ફરદીન ખાન,તાપસી પન્નુ સાથે ખેલ ખેલ મે (Khel Khel Mein) મુવીમાં જોવા મળી હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત યશ રાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોની ડીલ કરીને કરી હતી.તે સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જોવા મળી હતી. આજે એકટ્રેસ તેનો 36 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે, અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં એકટ્રેસ વિશે વધુમાં જાણો
વાણી કપૂર કરિયર (Vaani Kapoor Career)
અભિનેત્રી વાણી કપૂર આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. વાણીએ વર્ષ 2013 સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. શુદ્ધ દેશી રોમાન્સે વિશ્વભરમાં બોક્સ-ઓફિસ પર ₹ 76 કરોડની કમાણી કરી સફળ ફિલ્મ રહી હતી. આ પહેલા તેણે મોડલિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. વાણી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ ડાન્સિંગ માટે પણ પ્રખ્યાત છે. રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ દરમિયાન વાણીએ પોતે કહ્યું હતું કે ડાન્સ તેનું પેશન છે.
કપૂરની તમિલ રોમેન્ટિક કોમેડી ‘આહા કલ્યાણમ’ માં કામ કર્યું હતું, જે 2010ની હિન્દી ફિલ્મ બેન્ડ બાજા બારાતની સત્તાવાર રિમેક હતી. 2016 માં કપૂર આદિત્ય ચોપરાની રોમેન્ટિક કોમેડી બેફિકરેમાં રણવીર સિંહની સામે દેખાયો , જે પેરિસમાં સેટ થયો હતો. તેમાં તેણે શાયરા ગિલની ભૂમિકા ભજવી હતી. 2017 માં તે YRF ના લેબલ હેઠળ યશિતા શર્મા દ્વારા “મૈં યાર મનના ની” ટાઇટલ મ્યુઝિક વિડિયોમાં દેખાઈ હતી.
વાણી કપૂર વર્ષ 2019 માં વોર જેવી એક્શન ફિલ્મોમાં ટૂંકી ભૂમિકાઓ ભજવી છે અને વર્ષ 2021 માં રોમેન્ટિક કોમેડી ચંડીગઢ કરે આશિકી’ માં ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે અભિનય કરવા બદલ પ્રશંસા મેળવી છે. તાજતેરની રિલીઝ ફિલ્મ ‘ખેલ ખેલ મે’ એકટ્રેસ જોવા મળી છે. એકટ્રેસ આગામી સર્વગુન સંપન્ના, રેઇડ 2 અને બદતમીઝ ગિલ ફિલ્મોમાં અભિનય કરશે.
વાણી કપૂર એજ્યુકેશન (Vaani Kapoor Education)
વાણી કપૂરનો જન્મ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. પિતા શિવ કપૂર ફર્નિચર નિકાસનો બિઝનેસ કરે છે અને માતા ડિમ્પી કપૂર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. તે મેદાન ગઢીની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, ટુરિઝમ અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેણે રાજસ્થાનના જયપુરમાં ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટમાં ઇન્ટર્નશિપ લીધી અને બાદમાં ITC હોટેલ માટે કામ કર્યું હતું. તેને એલિટ મોડેલ મેનેજમેન્ટ દ્વારા મોડેલિંગ પ્રોજેક્ટ્સ માટે સાઇન કરવામાં આવી હતી.
પોતાનું સપનું પૂરું કરવા મુંબઈ આવી
પોતાનું સપનું પૂરું કરવા વાણીએ મોડલિંગની દુનિયા તરફ વળી હતી. જોકે, આ નિર્ણયમાં તેને તેના પિતાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વાણીએ તેનું સપનું પૂરું કરવા મુંબઈ પહોંચી હતી. અહીં તેણે એક પછી એક અનેક ઓડિશન આપ્યા અને પછી તેને તેની પહેલી ફિલ્મ મળી હતી.
વાણી કપૂર નેટ વર્થ (Vaani Kapoor Net Worth)
વાણીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એકટ્રેસએ ફિલ્મોમાં આવવા સંઘર્ષ પણ એટલો કર્યો છે. વાણી કપૂર પ્રોપર્ટીના મામલામાં પણ ખૂબ જ અમીર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીની કુલ સંપત્તિ 18 થી 20 કરોડ રૂપિયાની આસપાસ છે. ફિલ્મો સિવાય તે મોડલિંગ અને જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે.





