Valentine’s Day : અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) છેલ્લે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શો બિગ બોસ 17 (Bigg Boss 17) માં જોવા મળી હતી. તેની સફરથી, ટીવી સ્ટારે ઘણા લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ શોની ખાસ વાત એ તેનું અંગત જીવન હતું. ખાસ કરીને પતિ વિકી જૈન (Vicky Jain) સાથેના સતત ઝઘડા ચર્ચાનો વિષય બન્યા હતા. જ્યારે વિકીને રેડ ફ્લેગ તરીકે જોવામાં આવતો હતો, ત્યારે એવી ક્ષણો હતી જ્યાં અંકિતાનું વર્તન પણ તેમના પરિવારો સાથે સારું ન હતું. આ બધી સમસ્યામાંથી પસાર થતાં, અંકિતાએ બિગ બોસ સીઝન 17 માંથી ચોથા સ્થાનેથી બહાર નીકળી હતી. તાજેતરમાં, અભિનેત્રીએ Indianexpress.com સાથે ઝડપી ચેટ કરી હતી જ્યાં તેણે પ્રેમની વ્યાખ્યા શેર કરી હતી. અંકિતાએ એ પણ જાહેર કર્યું કે તે કેવી રીતે ઓલ્ડ સ્કૂલ રોમાંસમાં વિશ્વાસ કરતી હતી અને તે કઈ ફિલ્મી લવ સ્ટોરી સાથે સૌથી વધુ સંબંધિત હોઈ શકે છે. વેલેન્ટાઈન ડે (Valentine’s Day) અવસરે જાણીએ અંકિતા પ્રેમની વ્યાખ્યા કેવી આપે છે,
આ પણ વાંચો: મલ્લિકા રાજપૂત નું શંકાસ્પદ મોત, પ્રખ્યાત સિંગર-એક્ટર ની લાશ રૂમમાં લટકતી મળી

વેલેન્ટાઈન ડે (Valentine’s Day) અવસરે જાણીએ અંકિતા પ્રેમની વ્યાખ્યા કેવી આપે છે
વેલેન્ટાઈન ડે (Valentine’s Day) પર અંકિતાએ તેના માટે પ્રેમનો અર્થ શું છે તે શેર કર્યું અને કહ્યું, “હું પ્રેમ વિના રહી શકતી નથી, તે મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. હું દરેક સ્વરૂપમાં પ્રેમની ઝંખના કરું છું. જ્યારે હું માલિકી ધરાવતી (possessive) હોઉં ત્યારે પણ, તે પ્રેમ દર્શાવવાની મારી રીત છે. મારા માટે, પ્રેમ એ વિશ્વના વાઈબ્સનું સર્વોચ્ચ સ્વરૂપ છે.
ડેટિંગ એપ્સના આ યુગમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે ઓલ્ડ સ્કૂલ રોમાંસમાં માને છે, ત્યારે બિગ બોસ 17ની સ્પર્ધકે પુષ્ટિ કરી કે “હું ઓલ્ડ સ્કૂલ રોમાંસમાં વિશ્વાસ કરું છું. મને લાગે છે કે તે વધુ સારું હતું જ્યાં તમે તમારા પાર્ટનરને વધુ બોલ્યા વિના સમજી શકો. મારી દાદી પાસે હજુ પણ મારા નાનાએ લખેલા પ્રેમ પત્રો છે અને તે ખૂબ જ સુંદર છે. તે પ્રેમ કથાઓમાં તેમનું ચાર્મ હતું, પરંતુ તમામ સ્વરૂપોમાં પ્રેમ સુંદર છે, આધુનિક સમયનો રોમાંસ પણ સારો જ છે. જ્યારે અમારા બાળકો મોટા થશે, ત્યારે તેઓને અમારી લવ સ્ટોરીઝ ગમશે.”
અંકિતાએ સંબંધો વિશે શીખેલા પાઠ વિશે વાત કરતાં કહ્યું, “તમારે સંબંધમાં ટાઈમ આપવો પડે છે અને તમારે દરેક બાબતમાં અતિશય લાગણીશીલ ન થવું જોઈએ. હું બિગ બોસ 17માં અતિશય લાગણીશીલ બની ગઈ હતી. હું ત્યાં ખૂબ જ સેન્સિટિવ બની ગઈ હતી અને દરેક નાની-નાની વાતે મને અસર કરી હતી. તમારે ફક્ત થોડુંક જતું કરવું જોઈએ જેથી કરીને તમારા માટે તેમજ તમારા જીવનસાથી માટે તે સરળ રહે.”
આ પણ વાંચો: Ae Watan Mere Watan : સારા અલી ખાનની ‘એ વતન મેરે વતન’ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર આ તારીખે થશે રિલીઝ
છેલ્લે અંકિતા લોખંડેને પૂછવામાં આવ્યું કે શું કોઈ ફિલ્મી લવ સ્ટોરી છે જેની સાથે તે સૌથી વધુ રિલેટ કરે છે. તેણે કહ્યું, “મને જબ વી મેટ ગમે છે. હું પહેલા કરીના કપૂરના પાત્રની જેમ જ હતી , પરંતુ પ્રેમ તમને દુઃખી કરે છે અને પછી તમને સારું પણ લાગે છે.”વર્કફ્રન્ટની વાત કરીએ તો અંકિતા લોખંડે (Ankita Lokhande) રણદીપ હુડ્ડા સાથે સ્વતંત્ર વીર સાવરકરમાં જોવા મળશે. અભિનેતા કેટલીક ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ રીડ કરી રહી છે.





