Bawaal Movie: બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને અભિનેત્રી જાહ્નવી કપૂર તેની અપકમિંગ ફિલ્મ ‘બવાલ’ને કારણે સતત ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મ સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, બવાલ ફિલ્મનું પ્રીમિયર પેરિસના એફિલ ટાવરમાં થશે. મહત્વનું છે કે, ફિલ્મ બવાલ આવું કરનારી પહેલી ભારતીય ફિલ્મ હશે. નિતેશ તિવારીની બવાલ ફિલ્મનું પ્રીમિયર જૂલાઈના મહિનામાં વચગાળામાં પેરિસમાં થશે.
હવે વાત કરીએ તો બવાલ ફિલ્મની તો બવાલ ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે. જેમાં સૌપ્રથમવાર વરૂણ ધવન અને જાહ્નવી કપૂર મોટા પડદા પર સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં તેમની ફિલ્મનું એફિલ ટાવર પર પ્રીમિયર થવું એ ભારતીય ફિલ્મનું સૌથી મોટું પ્રીમિયર માનવામાં આવી રહ્યું છે.
હવે કદાચ ઘણાના મનમાં એ સવાલ થાય કે બવાલનું પ્રીમિયર એફિલ ટાવર પર કેમ કરવામાં આવશે? પબ્લિસિટી માટે? ના. એફિલ ટાવર પર બવાલનું પ્રીમિયરનું એક કારણ એ છે કે, પેરિસે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ અહીં થયું છે. આ ફિલ્મ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનની એક લવ સ્ટોરી છે અને પેરિસને પ્રેમનું શહેર માનવામાં આવે છે. આ જ કારણ છે કે, મેકર્સ તેનું પ્રીમિયર અહીં કરવા માગે છે.
થોડા દિવસ પહેલા જ મેકર્સે બવાલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને તેની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મ પહેલા એપ્રિલ 2023માં થિએટર્સમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે જાણવા એ મળી રહ્યું છે કે, આ ફિલ્મ હવે ઓટીટી પર સ્ટ્રીમ થશે. જ્યારે તેનું પ્રીમિયર જુલાઈ 2023માં થશે. ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં ટેગલાઈન પણ હતી, ‘હર લવ સ્ટોરી કા અપના યુદ્ધ હોતા હૈ’. આપને જણાવી દઇએ કે બવાલ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે.





