/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Varun-Dhawan-Natasha-Dalal-with-Daughter.jpg)
Varun Dhawan Daughter : વરુણ ધવન અને નતાશા દલાલ પહેલીવાર દીકરી સાથે જોવા મળ્યા, જુઓ ફોટા અને વીડિયો
Varun Dhawan Daughter : એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને પત્ની નતાશા દલાલે (Natasha Dalal) સોમવારે ગુડ ન્યુઝ આપ્યા હતા. પત્ની નતાશા દલાલે પુત્રીને જન્મ આપ્યો હતો. આજ બપોરે શુક્રવારે કપલ દીકરી સાથે હોસ્પિટલથી નીકળ્યા અને મુંબઈના ઘરે જતા જોવા મળ્યા છે. વરુણે દીકરીને હાથમાં પકડી રાખી છે અને કાર હોસ્પિટલના પરિસરમાંથી બહાર નીકળી, ત્યારે નવજાત બાળકી સાથે ન્યુ પેરેન્ટ્સના ફોટા અને વિડીયો સામે આવ્યા છે, ત્યારે ચાહકોએ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Varun-Dhawan-Natasha-Dalal-.jpg)
આ પહેલા વરુણે સોશિયલ મીડિયા પોસ્ટમાં દીકરીના જન્મની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “અમારી દીકરીનો જન્મ થયો છે અમે અમારા જીવનમાં આ નવા આશીર્વાદથી ખૂબ જ ખુશ છીએ. આ ખાસ સમય દરમિયાન, અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે અમને પ્રાઇવસી આપો. તમારા સમર્થન અને સમજણ બદલ આભાર.”
આ પણ વાંચો: Panchayat Phulera : પંચાયત ફૂલેરા ગામ યુપીમાં નહિ પરંતુ આ રાજ્યમાં આવેલું છે?પંચાયતની નવી સીઝન આવશે? જાણો
વરુણ અને નતાશાએ એપ્રિલમાં બેબી શાવરનું આયોજન કર્યું હતું, જેમાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અને તેમના પરિવારના અન્ય સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. વરુણ અને નતાશાએ કોલેજ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારથી તેઓ છે. આ દંપતીએ 2021 માં મુંબઈમાં એક સમારોહમાં લગ્ન કર્યાં હતા. ફેબ્રુઆરીમાં વરુણ અને નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "અમે પ્રેન્ગ્નેટ છીએ, તમારા બધા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.''
વરુણ હવે તેની આગામી ફિલ્મ બેબી જ્હોનની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જેમાં તે એક્શન અવતારમાં છે. તે પછી, તે સની સંસ્કારી કી તુલસી કુમારીમાં જાન્હવી કપૂર સાથે જોવા મળશે. વરુણ આ વર્ષના અંતમાં સમન્થા રૂથ પ્રભુ અભિનીત રાજ એન્ડ ડીકેના સિટાડેલ સાથે પણ તેની ડિજિટલ ડેબ્યૂ કરતો જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us