/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Varun-Dhawan-wife-Natasha-Dalal-pregnancy-gujarati-news-.jpg)
Varun Dhawan wife Natasha Dalal pregnancy gujarati news : વરુણ ધવનની પત્ની નતાશા દલાલ ગર્ભાવસ્થાના ગુજરાતી ન્યુઝ
Varun Dhawan: એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને પત્ની નતાશા દલાલે (Natasha Dalal) રવિવારે એક પોસ્ટમાં કપલે ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. અભિનેતાએ એક ફોટો શેર કર્યો જેમાં તે પત્ની નતાશાના બેબી બમ્પને કિસ કરતો જોવા મળી રહ્યો છે.તેણે લખ્યું, “અમે પ્રેગ્નેન્ટ છીએ. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. #myfamilymystrength." ફોટોમાં તેમનો પાલતુ કૂતરો જોય પણ સામેલ હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Varun-Dhawan-wife-Natasha-Dalal-pregnancy-gujarati-news-1.jpg)
આ પણ વાંચો: Suhani Bhatnagar : દંગલ અભિનેત્રી સુહાની ભટનાગરના માતા-પિતાએ તેના મૃત્યુનું કારણ જણાવ્યું
તેમના મિત્રો અને આ પોસ્ટ પર શુભેચ્છાઓ પાઠવી. નેહા ધૂપિયાએ લખ્યું, “અભિનંદન મિત્રો.
બેસ્ટ હૂડમાં આપનું સ્વાગત છે !” અભિનેતા સોનમ કપૂરે લખ્યું, "ઓમજી સો ક્યૂટ…." સ્ટુડન્ટ્સ ઑફ ધ યરમાં વરુણને લૉન્ચ કરનાર ફિલ્મ નિર્માતા કરણ જોહરે લખ્યું, “લવ યુ બોથ!!!!!!! તમારા અને પરિવાર માટે ખૂબ ખુશ!!!! વિશ્વની શ્રેષ્ઠ ફીલિંગમાં આપનું સ્વાગત છે.”
વરુણ ધવન અને નતાશાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેઓ બાળપણના પ્રેમીઓ હતા જેઓ એક મ્યુઝિક કોન્સર્ટમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. કપલે તેમના સંબંધોને છુપાવી રાખ્યા હતા, આખરે તેને Instagram પર ઓફિસિયલી જાહેરાત કરી હતી. કોફી વિથ કરણ પર, વરુણે શેર કર્યું હતું કે કેવી રીતે નતાશા તેના સપનાઓને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહી છે અને પાર્ટનર તરીકે, તેની જવાબદારી તેના સપના અને મહત્વાકાંક્ષાઓને સમર્થન આપવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us