Vedaa Trailer: વેદા મૂવીનું ધાંસુ ટ્રેલર લોન્ચ, જોન અબ્રાહમ રક્ષક બની એક્શન કરશે, જાણો ફિલ્મ રિલીઝ ક્યારે થશે

John Abraham In Vedaa Movie: જોન અબ્રાહમ અપકમિંગ મૂવી વેદા ના ટ્રેલરમાં ફાઈટિંગ એક્શન કરતા દેખાય છે. તો શરવરી વાઘ પણ મૂવીમાં જબરદસ્ત ભૂમિકામાં નજરે પડે છે. દેશભક્તિનો જુસ્સો વધારતી આ ઓગસ્ટમાં રિલીઝ થઇ રહી છે.

John Abraham In Vedaa Movie: જોન અબ્રાહમ અપકમિંગ મૂવી વેદા ના ટ્રેલરમાં ફાઈટિંગ એક્શન કરતા દેખાય છે. તો શરવરી વાઘ પણ મૂવીમાં જબરદસ્ત ભૂમિકામાં નજરે પડે છે. દેશભક્તિનો જુસ્સો વધારતી આ ઓગસ્ટમાં રિલીઝ થઇ રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
vedaa movie | john Abraham | sharvari wagh | vedaa trailer release | vedaa release date | john Abraham In vedaa | sharvari wagh In vedaa | upcoming movies in august 2024

Vedaa Release Date: વેદા મૂવીમાં જોન અબ્રાહમ અને શરવરી વાઘ લીડ રોલમાં છે. (Photo: @thejohnabraham)

Vedaa Movie Release Date: ઓગસ્ટમાં દેશભક્તિ પરવાન ચઢે છે આ મહિનામાં જ દેશભક્તિ પર વધુ એક દમદાર ફિલ્મ લોન્ચ થઇ રહી છે - વેદા. જોન અબ્રાહમની અપકમિંગ મૂવી વેદા નું ટ્રેલર રિલીઝ થયું છે. વેદા એક એક્શન થ્રિલર મૂવી છે. વેદ ના ટ્રેલર્સમાં જોન અબ્રાહમ ભારતીય સૈનિકની ભૂમિકા જોવા મળે છે જે દેશમાંથી અપરાધ અને ગુનાખોરીને નાબૂદ કરવા સંઘર્ષ કરે છે. ધાસું ટ્રેલર જોયા બાદ ફેન્સમાં વેદા મૂવી જોવાની ઉત્સુકતા વધી દઇ છે. જાણો વેદા મૂવી થિયેટરમાં ક્યા રિલીઝ થશે.

Advertisment

અપકમિંગ મૂવી વેદા ના ટ્રેલરની શરૂઆતમાં જ ધમાકેદાર એક્શન જોવા મળે છે. ત્યારબાદ બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવે છે - જ્યારે જ્યારે અધર્મ વધશે, હું ધર્મની રક્ષા કરીશ. તો બીજી બાજુ શરવરી વાઘ પણ આ મૂવીમાં જબરદસ્ત એક્શન કરતી દેખાય છે. આ મૂવીમાં તે પોતાના હક માટે લડાઇ લડતી દેખાય છે.

https://www.instagram.com/p/C-FBMhUMDPi/?hl=en

વેદા ટ્રેલર - એક્શન મોડમાં જોન અબ્રાહમ

વેદા ટ્રેલર મૂવીમાં જોન અબ્રાહમની જબરદસ્ત ફાઇટિંગ એક્શન જોવા મળે છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમે ભારતીય સૈનિકનો રોલ ભજવ્યો છે. છેલ્લે શાહરૂખ ખાનની પઠાણ મૂવીમાં જોન અબ્રાહમ એક્શન રોલમાં જોવા મળ્યો હતો. ફેન્સને ફરી વેદા મૂવીમાં જોન અબ્રાહમ દુશ્મનો સાથે ફાઇટિંગ એક્શન કરતા દેખાશે.

વેદા : સ્ટાર કાસ્ટ

વેદા મૂવીનું ડાયરેક્શન નિખિલ અડવાણીએ કર્યું છે, જેમાં જોન અબ્રાહમ સાથે શરવરી વાધ લીડ રોલમાં જોવા મળશે. ઉપરાંત તમન્ના ભાટિયા, ક્રિતીજ ચૌહન અને અભિષેક બેનર્જી એ પણ વેદા મૂવીમાં દમદાર પાત્ર ભજવ્યો છે.

Advertisment

આ પણ વાંચો | અક્ષય કુમાર અને વાણી કપૂરનો રોમેન્ટિક ટ્રેક ‘દૂરના કરી’ રિલીઝ, ચાહકોએ કર્યો કમેન્ટ્સનો વરસાદ

વેદા રિલીઝ ક્યારે થશે?

જોન અબ્રાહમ અને શરવરી વાઘ સ્ટારર એક્શન ફિલ્મ વેદા 15 ઓગસ્ટ, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ ઝી સ્ટુડિયોઝ, એમ્મે એન્ટરટેન્મેન્ટ અને જેએ એન્ટરટેન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. દેશભક્તિ અને ભારતીય સૈનિક પર આધારિત આ ફિલ્મ ચાહકોમાં દેશભક્તિનો જુસ્સો જગાડશે.

મુવી ટ્રેલર ગુજરાતી ન્યૂઝ મનોરંજન ન્યૂઝ