/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Shyam-Benegal.jpg)
Shyam Benegal Death: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટરમાંથી એક શ્યામ બેનેગલનું નિધન
Shyam Benegal Death: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટરમાંથી એક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું છે. શ્યામ ઘણા લાંબા સમયથી બામાર હતા. દિગ્ગજ ફિલ્મમેકરની પુત્રી પિયા બેનેગલે ઇન્ડિયન એક્સપ્રેસને આ ખબરની પૃષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વાત સાચી છે. શ્યામ બેનેગલનું સોમવારે સાંજે 6.30 વાગ્યે નિધન થયું હતું. બેનેગલે મુંબઇની વોકહાર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમનો ક્રોનિક કિડની બીમારીની સારવાર ચાલી રહી હતી.
14 ડિસેમ્બરે પોતાનો 90 મો જન્મદિવસ ઉજવ્યો હતો
ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં જ 14 ડિસેમ્બરે પોતાનો 90 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના જન્મદિવસના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. આ સાથે જ શબાના આઝમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તે પાર્ટીની તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં શબાના અને નસીરુદ્દીન શાહ ફિલ્મ સર્જક શ્યામ બેનેગલ સાથે હસતાં જોવા મળ્યાં હતાં.
પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત
શ્યામ બેનેગલને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ 'અંકુર'ના નિર્દેશનથી કરી હતી, જેમાં અનંત નાગ અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં હતા. તેમની ત્રીજી ફિલ્મ, નિશાંત (1975) વધુ મોટી સિદ્ધિ હતી, જેણે 1976ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાલ્મે ડી'ઓર માટે નામાંકન મેળવ્યું હતું.
આ પણ વાંચો - નવા વર્ષમાં OTT પર જોવા મળશે ક્રાઇમ અને થ્રિલરથી ભરપૂર, જાણો કઇ ફિલ્મો થશે રિલીઝ
ગિરીશ કર્નાડ, શબાના આઝમી, અનંત નાગ, અમરીશ પુરી, સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજોની શાનદાર જોડી વાળી આ ફિલ્મ તેમની ફિલ્મ નિર્માણની નિપુણતાનો પુરાવો છે. આ પછી તેમણે બીજી ઘણી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી હતી. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં 'મંથન', 'ભૂમિકા' અને 'સરદારી બેગમ' જેવી ઘણી ફિલ્મો સામેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us