Big Boss 17 : વિકી જૈન (Vicky Jain) બિગ બોસ 17 (Bigg Boss 17) માંથી બહાર કરવામાં આવ્યો છે . બિગ બોસના ઘરની અંદર 100 દિવસ ગાળ્યા પછી, તે આ વિકેન્ડમાં તેના ગ્રાન્ડ ફિનાલે પહેલા રિયાલિટી શોમાંથી બહાર થઈ ગયો હતો. ફિનાલે પહેલા આ અંતિમ હકાલપટ્ટી હતી. વિકીની પત્ની, અભિનેતા અંકિતા લોખંડે (Ankita Lokhande) ઘરની વિકિની બિગ બોસ ઘરની વાત સાંભળીને ભાંગી પડી હતી.
ગઈકાલે રાતના એપિસોડ દરમિયાન, બિગ બોસે અંકિતા, વિકી અને અરુણ મશેટ્ટીને પેપરની ચિટ્સ ખોલવા અને તેમાંથી કોણે ફિનાલેમાં સ્થાન મેળવ્યું છે તે શોધવાનું કહ્યું હતું. જ્યારે વિકીએ તેને ખોલ્યું, ત્યારે તેણે વાંચ્યું કે તેની ચિટમાં લખ્યું હતું, ‘એવિક્ટેડ’.ઘરની બહાર નીકળતા પહેલા વિકીએ અંકિતાના કપાળ પર ચુંબન કર્યું અને મન્નારા ચોપરા, મુનાવર ફારુકી અને અભિષેકને ગળે મળ્યો હતો.
આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે કેમ ના આપી હાજરી? જાણો વીડિયોમાં
બિગ બોસ 17ના લેટેસ્ટ એપિસોડના ફોટા


અંકિતાએ વિકીને કહ્યું કે, “મેરે લિયે તુ હી વિનર હૈ. તુ બહુત અચ્છા ખેલા. મુઝે ફરક નહી પડતા તુઝે મત કામ આયે. મેરી નજર મેં તુ વિનર હ મેરા ક્યૂંકી તુને સચ મેં બોહોત અચ્છા ખેલા, બોહોત મહેનત સે ખેલા. તુ યહાં બિના કિસી પ્લેટફોર્મ કે આયા. તુ જો બના હૈ યહાં આકે બના હૈ. મુજે ગર્વ હે મેં તુમ્હારી બીવી હું.”
આ પણ વાંચો: Oscar Awards 2024 Nominations : ઓસ્કાર એવોર્ડ નોમિનેશન ક્યારે અને ક્યાં જોવું? જાણો
અંકિતા લોખંડેને વિકી જૈનની હકાલપટ્ટીની પોસ્ટ પર લાગણીશીલ થવા પર કેટલાંક લોકોએ કેવી પ્રતિક્રિયા આપી, જુઓ:
શો છોડતા પહેલા વિકી જૈને અન્ય સભ્યોને અનુરોધ કર્યો હતો કે તેઓ તેમની ગેરહાજરીમાં અંકિતાનું ધ્યાન રાખે.અંકિતા અને અરુણ હવે બિગ બોસ 17ના ફાઇનલિસ્ટ છે. બિગ બોસ 17નો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ થશે.





