Express Adda: સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઇગર 3’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. વર્લ્ડવાઇડ ટાઇગર 3એ 15 દિવસ બાદ લગભગ 432 કરોડનો બિઝનેસ કર્યો છે. ચાહકો આ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. આ સાથે જ ફિલ્મમાં કેટરિના કૈફનો એક્શન સીન દર્શકોને ખૂબ પસંદ આવ્યો છે. તેના આ દ્રશ્ય પર થિયેટરોમાં ખૂબ તાળીઓ પડી રહી છે. સાથે જ અભિનેત્રીના ટોવેલ સીન પર તેના પતિ વિક્કી કૌશલનું રિએક્શન સામે આવ્યું છે.
વિક્કી કૌશલ આજકાલ પોતાની આવનારી ફિલ્મ સેમ બહાદુરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અભિનેતા તેની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ વિક્કી કૌશલે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના સ્પેશિયલ પ્રોગ્રામ ‘એક્સપ્રેસ અડ્ડા’માં ભાગ લીધો હતો. આ દરમિયાન એક્ટર સાથે ફિલ્મમેકર મેઘના ગુલઝાર પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેતાએ ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે.
કેટરિના કૈફના ટુવાલ સીન વિશે વિક્કી કૌશલે શું કહ્યું
‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કાએ વિક્કી કૌશલને સવાલ કર્યો કે ટાઈગર 3માં કેટરિનાનો ફાઈટ સીન જોયા બાદ તેમની પ્રતિક્રિયા શું હતી? તેનો જવાબ આપતા વિક્કી કૌશલે કહ્યું કે હું ફિલ્મના સ્ક્રીનિંગમાં ગયો હતો અને અમે સાથે મળીને ફિલ્મ જોઈ રહ્યા હતા. તે એક્શન સીન ફિલ્મમાં આવ્યો અને અડધો ભાગ જોયા પછી મેં તેના કાનમાં કહ્યું કે હવે હું તારી સાથે ક્યારેય દલીલ નહીં કરું. હું નથી ઇચ્છતો કે તમે ટુવાલ પહેરીને મને મારો. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે એનો એક્શન સીન જોયા બાદ મેં એને કહ્યું હતું કે બોલિવૂડ પાસે તેના રૂપમાં સૌથી શાનદાર બેસ્ટ એક્શન અભિનેત્રી છે. જે રીતે તે હાર્ડ વર્ક કરે છે. મને તેના પર ગર્વ છે.
‘સૈમ બહાદુર’ ક્યારે રિલીઝ થઈ રહી છે?
તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલની ફિલ્મ ‘સૈમ બહાદુર’ 1 ડિસેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ રણબીર કપૂરની ‘એનિમલ’ સાથે સ્પર્ધા કરશે. કેટરિના છેલ્લે સલમાન ખાનની સાથે જાસૂસ થ્રિલર ‘ટાઇગર 3’ માં જોવા મળી હતી.