Vicky Kaushal Birthday News Gujarati : 16 મે 1988ના રોજ મુંબઈની એક ચોલમાં એક્શન ડિરેક્ટર શામ કૌશલના ઘરે જન્મેલા વિકી કૌશલ (Vicky Kaushal) નું બાળપણ ઘણી મુશ્કેલીમાં વીત્યું હતું. તેમના પિતા શામ કૌશલ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એન્જિનિયર બને. વિકીએ એન્જિનિયરિંગની ડિગ્રી પણ લીધી છે, પરંતુ નોકરી લેવાનો ઇનકાર કરે છે. વિકીને ડિરેક્શનમાં રસ હતો. વિકીએ અનુરાગ કશ્યપના આસિસ્ટન્ટ તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ‘ગેંગ ઓફ વાસેપુર’માં અનુરાગ કશ્યપનો આસિસ્ટન્ટ હતો.

વિકી કૌશલ મુવી (Vicku Kaushal Movie)
વિકી કૌશલે એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘મસાન’થી કરી હતી. આ પછી એક્ટરે ‘લવ શવ તે ચિકન ખુરાના’ અને ‘બોમ્બે વેલ્વેટ’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. મસાનથી શરૂ થઈ વિકીની ફિલ્મી સફર, ‘રમન રાઘવ 2.0’, ‘લવ પર સ્ક્વેર ફીટ’, ‘રાઝી’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘ઉધમ સિંહ’, ‘મનમર્ઝિયાં’ જેવી સફળ ફિલ્મોથી અહીંયા સુધી પહોંચ્યો છે. વિકી કૌશલે એક્ટર નહીં ડાયેક્ટર બનવાનું સપનું જોયું હતું, પણ કિસ્મતને બીજું જ મંજૂર હતું.

વિકી કૌશલ લગ્ન જીવન (Vicky Kaushal Wedding)
વિકી કૌશલે બોલિવૂડની મશહૂર અને દિગ્ગજ એક્ટ્રેસ કેટરીના કૈફ સાથે લગ્ન કરીને સૌકોઇને ચોંકાવી દીધા હતા. વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. વિકી કૌશલ અને કેટરીના કૈફ ટોક શો ‘ટેપકાસ્ટ’ માટે પ્રથમ વખત સાથે દેખાયા હતા, જેમાં કોઈ હોસ્ટ નહોતું.કેટરિના અને વિકી પહેલીવાર એક કોમન ફ્રેન્ડ દ્વારા આયોજિત દિવાળી પાર્ટીમાં જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’થી વિકી અને કેટરિના વચ્ચેની દરેક વાતની શરૂઆત થઈ હતી. 2019ના એપિસોડમાં, કરણે કેટરિનાને પૂછ્યું કે તેણી તેના આગામી પ્રોજેક્ટમાં કોની સાથે કામ કરવા માંગે છે. વિકીનું નામ લેતા કેટરીનાએ કહ્યું હતું કે બંને એકસાથે ખૂબ જ સુંદર લાગશે.
વિકી કૌશલ નેટવર્થ (Vicky Kaushal Networth)
વિકી કૌશલનું નામ 2018ની ફોર્બ્સની 30 અંડર 30 યાદીમાં સામેલ હતું. તે મેગેઝિનના સેલિબ્રિટી 100ની યાદીમાં પણ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, વિકી કૌશલ લગભગ $5 મિલિયન એટલે કે લગભગ 37 કરોડ રૂપિયાની નેટવર્થનો માલિક છે. વિકી કૌશલ એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની માસિક આવક લગભગ 40 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેતા ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દીઠ આશરે રૂ. 2 થી 3 કરોડ ચાર્જ કરે છે. વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં આઠમા ફ્લોર પર ઘર લીધું છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે.
કેટરીના કૈફ નેટવર્થ (Katrina Kaif Networth)
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેટરીનાની નેટવર્થ 224 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 11 કરોડ રૂપિયા લે છે.કેટરીનાએ ‘કે બ્યૂટી’ નામની બ્યૂટી બ્રાન્ડ લૉન્ચ કરી છે. આ ઉપરાંત તે ‘નાયકા ફેશન તથા કોસ્મેટિક બ્રાન્ડ’ની ઇન્વેસ્ટર પણ છે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, કેટરીનાએ નાયકામાં 4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને ત્યાર બાદ તેને 24 કરોડ રૂપિયા મળ્યા છે.
કેટરીના પાસે ત્રણથી ચાર લક્ઝુરિયસ કાર છે. 2019માં ફિલ્મ ‘ભારત’ રિલીઝ થતાં પહેલાં જ રેન્જ રોવર ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 65 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. એ પહેલાં કેટરીનાએ ઑડી કાર ખરીદી હતી.





