Vicky Kaushal On Kapil Sharma Show : કપિલ શર્મા શોમાં વિકી કૌશલ અને સની કૌશલ બન્યા મહેમાન, કપિલએ સનીને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ વિશે આવું કહ્યું..

Vicky Kaushal On Kapil Sharma Show : વિકી કૌશલના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ચાવા, બેડ ન્યૂઝ અને લવ એન્ડ વોર ફિલ્મમાં દેખાશે. સની કૌશલ ફિર આયી હસીન દિલરૂબા અને લેટર્સ ટુ મિસ્ટર ખન્ના માં જોવા મળશે.

Vicky Kaushal On Kapil Sharma Show : વિકી કૌશલના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ચાવા, બેડ ન્યૂઝ અને લવ એન્ડ વોર ફિલ્મમાં દેખાશે. સની કૌશલ ફિર આયી હસીન દિલરૂબા અને લેટર્સ ટુ મિસ્ટર ખન્ના માં જોવા મળશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Vicky Kaushal, Kapil Sharma and sunny Kaushal

કપિલ શર્મા શોમાં વિકી કૌશલએ શેર કર્યું તે વેલેન્ટાઈન ડે કેવી રીતે ઉજવે છે, કપિલ શર્માએ સની કૌશલને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ વિશે આવું કહ્યું.. (Photo: Kapil Sharma/Instagram)

Vicky Kaushal : વિકી કૌશલ (Vicky Kaushal) અને સની કૌશલ (Sunny Kaushal) હાલમાં જ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના ચોથા એપિસોડમાં જોવા મળ્યા હતા. શોનું કોમિક એલિમેન્ટ કંઈક એવું હતું જે કપિલ શર્માની કેટલીક પંચલાઈન્સ વધુ સારી બની ગઈ હતી. જ્યારે કપિલે શર્મા (Kapil Sharma) એ સનીને તેની રૂમરડ ગર્લફ્રેન્ડ અભિનેત્રી શર્વરી વિશે ચીડવ્યો હતો.

Advertisment
Vicky Kaushal Sunny Kaushal on kapil sharma show
કપિલ શર્મા શોમાં વિકી કૌશલએ શેર કર્યું તે વેલેન્ટાઈન ડે કેવી રીતે ઉજવે છે, કપિલ શર્માએ સની કૌશલને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ વિશે આવું કહ્યું..

કપિલે વિકી કૌશલને પૂછ્યું કે તેણે લગ્ન પહેલા વેલેન્ટાઈન ડે કેવી રીતે સેલિબ્રેટ કર્યો અને હવે તે લગ્ન પછી કેવી રીતે સેલિબ્રેટ કરે છે આના જવાબમાં વિકીએ કહ્યું કે, "પહેલા પણ એક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા અને હવે પણ એ જ કન્સ્પેટ છે.''

Advertisment

આ પણ વાંચો: Rajkumar Rao : શું રાજકુમાર રાવે ચહેરાની પ્લાષ્ટીક સર્જરી કરાવી છે? એક્ટરે કર્યો ખુલાસો

કપિલ શર્માએ સની કૌશલને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ વિશે આવું કહ્યું

કપિલ પછી સનીને પૂછે છે કે શું તે વિચારે છે કે વેલેન્ટાઈન ડે માત્ર 14મી શર્વરીએ જ હોવો જોઈએ કે દરરોજ હોવો જોઈએ, અને એક્ટર્સ જોરથી હસતા હતા, ત્યારે સનીએ જવાબ આપ્યો, "દરરોજ 14 મી શ…ફેબ્રુઆરી છે." ત્યારે વિકીએ ઉમેર્યું, "તે તમારા જવાબની રાહ જોઈ રહ્યો નથી, પંચલાઇન પહેલેથી મારી દીધી છે." અહીં જણાવી દઈએ કે, સની બંટી ઔર બબલી 2 એકટ્રેસ શર્વરીને ડેટ કરી રહ્યો હોવાની અફવા છે.

પછી એપિસોડમાં, વિકી કૌશલે એ પણ જાહેર કર્યું કે કેવી રીતે તેનો નાનો ભાઈ સની પરફેક્ટ હસબન્ડ મટીરીયલ છે. બંનેએ તેમના બાળપણના ઘણા ટુચકાઓ પણ શેર કર્યા હતા.

આ પણ વાંચો: Pushpa 2 : અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ મુવી એ રિલીઝ પહેલાં જ છપ્પરફાડ કમાણી કરી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ ચાવા, બેડ ન્યૂઝ અને લવ એન્ડ વોર ફિલ્મમાં દેખાશે. બીજી તરફ સની કૌશલ ફિર આયી હસીન દિલરૂબા અને લેટર્સ ટુ મિસ્ટર ખન્ના માં જોવા મળશે.

celebrities મનોરંજન ન્યૂઝ