હોળી તહેવારની ભારતભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે જેમાં બોલીવુડ સ્ટાર્સ પણ બાકી નથી, અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલથી લઈને સોનાક્ષી સિંહા, તમન્ના ભાટિયાએ પણ હોળીના તહેવારના રંગમાં રંગાયા હતા, અહીં જુઓ બોલીવુડ એક્ટર અને એકટ્રેસનું હોળી સેલિબ્રેશન
વિકી કૌશલ કેટરિના કૈફ હોળી સેલિબ્રેશન (Vicky Kaushal Katrina Kaif Holi Celebration)
અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલે ખૂબ જ ખાસ રીતે હોળીની ઉજવણી કરી . બંને પોતાના પરિવાર સાથે ઘરે તહેવારની મજા માણતા જોવા મળ્યા. તે તેના પરિવાર સાથે મસ્તી અને પ્રેમનો આનંદ માણતો જોવા મળ્યો. આ દરમિયાન, કેટરિનાએ તેના સોશિયલ મીડિયા પર હોળીની ઉજવણીની કેટલીક ઝલક શેર કરી, જેમાં તે તેના સાસરિયાઓ સાથે હોળી રમતી જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે, કેટરિના અને વિક્કીની હોળીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેટરિના તેના પતિ વિક્કી પર રંગ લગાવી રહી છે અને બંને વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રીએ ચાહકોના દિલ જીતી લીધા છે. બંનેએ સફેદ રંગના પરંપરાગત પોશાક પહેર્યા છે. જેના પર હોળીના તેજસ્વી રંગો ખીલી ઉઠ્યા છે.
તમન્ના ભાટિયા વિજય વર્મા હોળી સેલિબ્રેશન (Tamannaah Bhatia Vijay Varma Holi Celebration)
તમન્ના ભાટિયા અને વિજય વર્મા તાજતેરમાં તેમના બ્રેકઅપની અફવાને લઈને ચર્ચામાં છે એવામાં એક્ટર અને એકટ્રેસ હોળીના રંગમાં રંગાયા હતા બન્નેવ અલગ અલગ હોળી સેલિબ્રેશન બાદ જોવા મળ્યા હતા.
સોનાક્ષી સિંહા હોળી સેલિબ્રેશન (Sonakshi Sinha Holi Celebration)
અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં તેની તેલુગુ ડેબ્યૂ ફિલ્મ ‘જટાધારા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેત્રીએ હોળીની ઉજવણી કરી હતી. સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ પર રંગીન તસવીરો શેર કરી અને તેના ચાહકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન, ટ્રોલ્સે સોનાક્ષીને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોનાક્ષીએ યોગ્ય જવાબ આપ્યો હતો.