Vicky Kaushal | અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલે ગયા મહિને એકટ્રેસની પ્રેગ્નેન્સી (pregnancy) ની જાહેરાત કરી હતી અને જાહેરાત કરી હતી કે તેઓ પહેલી વાર માતા પિતા બનવા માટે તૈયાર છે. બંનેમાંથી કોઈએ પણ તેમના અનુભવો વિશે ખુલાસો કર્યો ન હતો, ફક્ત તેણે સંયુક્ત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા હતા. હવે વિકીએ આખરે પહેલી વાર પિતા બનવા અંગે પોતાનો અનુભવ જણાવ્યો છે.
વિકી કૌશલએ કેમ કહ્યું હું ઘરની બહાર પગ પર નથી મુકવાનો?
વિકીએ યુવા કોન્ક્લેવમાં કહ્યું કે “હું ખરેખર તેની રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે કે તે એક મોટો આશીર્વાદ છે. રોમાંચક સમય, લગભગ આવી ગયો છે, ” મને નથી લાગતું કે હું ઘરની બહાર પગ મુકીશ.’જ્યારે ખાસ પૂછવામાં આવ્યું કે તે પિતા બનવાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે અભિભૂત થયેલા વિકીએ જવાબ આપ્યો, “બસ પિતા બનવું છે”
તાજતેરમાં રણવીર સિંહ અને રણબીર કપૂર પણ ખૂબ જ એકટીવ પિતા તરીકે જાણીતા છે. ગયા વર્ષે તેની પત્ની દીપિકા પાદુકોણે તેની પુત્રી દુઆ પાદુકોણેને જન્મ આપ્યો તે બાદ રણવીરે તેની કોપ ડ્રામા, રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનના ટ્રેલર લોન્ચમાં બંનેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ઉમેર્યું કે જ્યારે દીપિકા ઘરે દુઆની સંભાળ રાખે છે, તેથી ટ્રેલર લોન્ચમાં આવી શકી નથી, ત્યારે તેના પિતાની ફરજ રાત્રે માતા સૂઈ જાય પછી શરૂ થશે.
આલિયા ભટ્ટે રણબીર કપૂર વિશે શું કર્યો ખુલાસો?
આલિયા ભટ્ટે એ પણ વાત કરી છે કે તેના પતિ રણબીર કપૂર તેની પુત્રી રાહા કપૂર સાથે કલાકો સુધી વાતો કરે છે અને રમે છે, 2022 માં રાહાના જન્મ પછીથી તે પિતા તરીકે રણબીરમાં જબરદસ્ત પરિવર્તન જોયું છે.
40 વર્ષીય કેટરિના અને 37 વર્ષીય વિકીએ સપ્ટેમ્બરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર આ પ્રેગ્નેન્સીની જાહેરાત શેર કરી હતી. બંનેએ એક પોલરોઇડ શેર કર્યું હતું જેમાં બંને કેટરિનાના બેબી બમ્પને ખુશીથી જોઈ રહ્યા છે. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે “અમે આનંદ અને કૃતજ્ઞતા સાથે અમારા જીવનનું શ્રેષ્ઠ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ.”
તાજેતરમાં વિક્કીના નાના ભાઈ અને અભિનેતા સની કૌશલે પણ ઘરે ખુશખબર વિશે ખુલીને વાત કરી હતી. તેણે ETimes ને કહ્યું કે “આ ખુશખબર છે અને બધા ખુશ છે. આપણે આગળ શું થશે તે અંગે પણ નર્વસ છીએ તેથી અમે ફક્ત તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ,” સનીએ ઇન્સ્ટન્ટ બોલીવુડને કહ્યુંકે “હું ખાતરી કરીશ કે હું એક મજેદાર કાકા છું. હું બેબીને લાડ કરાવીશ. હું આ પ્રકારનો ચાચુ બનવા માંગુ છું.’
કેટરિના કૈફ વિક્કી કૌશલ (Katrina Kaif Vicky Kaushal )
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ એ 9 ડિસેમ્બર, 2021 ના રોજ રાજસ્થાનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. વિક્કી તાજેતરમાં પીરિયડ ડ્રામા છાવામાં દેખાયો હતો, અને તે સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળવાનો છે. કેટરિના છેલ્લે ગયા વર્ષે શ્રીરામ રાઘવનની બ્લેક કોમેડી થ્રિલર મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી.