Vidya Balan : ડર્ટી પિક્ચર પછી વિદ્યા બાલનને લાગી ગઇ હતી આ ખરાબ આદત, એક્ટ્રેસનો ખુલાસો

Vidya Balan : બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનના અંગત જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં વિદ્યા બાલનએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં એક્ટ્રેસે તેની પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરી હતી.

Written by mansi bhuva
Updated : April 26, 2024 15:39 IST
Vidya Balan : ડર્ટી પિક્ચર પછી વિદ્યા બાલનને લાગી ગઇ હતી આ ખરાબ આદત, એક્ટ્રેસનો ખુલાસો
Vidya Balan : વિદ્યા બાલનને ડર્ટી પિક્ચર પછી લાગી ગઇ હતી આ ખરાબ આદત

Vidya Balan Addicted to Cigarette : બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં ન્યૂ મુવી દો ઔર દો પ્યારને લઇને ભારે ચર્ચામાં છે. દો ઔર દો પ્યાર ફિલ્મમાં વિદ્યા બાલન સાથે ગુજરાતી સુપરસ્ટાર પ્રતીક ગાંધી, ઇલિયાના ડિક્રુઝ પણ મહત્વની ભૂમિકામાં છે. વિદ્યા બાલન હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિદ્યા બાલનના અંગત જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

હકીકતમાં વિદ્યા બાલનએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં એક્ટ્રેસે તેની પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વિદ્યા બાલને ડર્ટી પિક્ચર સમયે સિગરેટ પીવાની આદત અંગે ખુલાસો કર્યો હતો. વિદ્યા બાલનના જણાવ્યા પ્રમાણે તેને સિગરેટ પીવી ખુબ જ પસંદ છે.

સમદીશ ભાટિયાને આપેલા ઇન્ટરવ્યુમાં વિદ્યા બાલને જણાવ્યું હતું કે, ડર્ટી પિક્ચરમાં એવા ઘણા સીન હતા જેમાં તેના કિરદારને સિગરેટ પીવાની હતી. જો કે એવું પહેલીવાર ન્હોતું કે તેણે ફર્સ્ટ ટાઇમ સિગરેટ પીધી હતી. વિદ્યા બાલન પ્રતિદિન સિગરેટ પીતી ન્હોતી તેમ એકટ્રેસે જણાવ્યું હતું.

આ પણ વાંચો : આખરે શુક્રવારે જ કેમ થાય છે મુવી રિલીઝ? શું છે કારણ? દિલચસ્પ છે કહાની

આ ઉપરાંત વિદ્યા બાલનએ જણાવ્યું હતું કે, ડર્ટી પિક્ચર પછી તેને દિવસમાં 2થી 3 સિગરેટ પીવાની ખરાબ આદત પડી ગઇ હતી. જો કે હવે વિદ્યા બાલને સ્મોકિંગ બિલકુલ બંધ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. વિદ્યા બાલનને સિગરેટની મહેક એટલી પસંદ છે કે તે કોલેજકાળમાં બસ સ્ટેંડ પર જે લોકો સ્મોક કરતા હતા ત્યાં જઇને ઉભી રહી જતી હતી.

આ પણ વાંચો : Vicky Kaushal : વિકી કૌશલે અપકમિંગ મુવી ‘છાવા’ માટે જોરદાર ટ્રાન્સફોર્મેશન કર્યું, જુઓ તસવીર

ઉલ્લેખનયી છે કે, વિદ્યા બાલન તેના શાનદાર સાડી કલેક્શન માટે પણ જોરશોરથી ચર્ચામાં રહે છે. આ વિશે વાત કરતા વિદ્યા બાલને કહ્યું કે તેની પાસે માત્ર 25 સાડી છે. આ સાથે વિદ્યા બાલને કહ્યું કે, તેની પાસે અન્ય એક્ટ્રેસની જેમ ભારે ભરખમ સાડી કલેક્શન નથી. તે તેની સાડી બીજાને આપતી રહેતી હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ